પલાશ મુચ્છલ ફરી વિવાદમાં, 40 લાખની છેતરપિંડીનો આરોપ

ફિલ્મમાં રોકાણના નામે નાણા ઓળવી ગયો પલાશ મુચ્છલ ફરી એક વાર વિવાદોમાં ફસાયો છે. થોડાક દિવસો પહેલા તે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાને લઈને ચર્ચામાં હતો.…

ફિલ્મમાં રોકાણના નામે નાણા ઓળવી ગયો

પલાશ મુચ્છલ ફરી એક વાર વિવાદોમાં ફસાયો છે. થોડાક દિવસો પહેલા તે ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાને લઈને ચર્ચામાં હતો. હવે મહારાષ્ટ્રના સાંગલીમાં એક વ્યક્તિએ તેની સામે 40 લાખની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જેને લઈને તે વિવાદમાં ફસાયો છે. સાંગલીમાં નોંધાયેલી ફરિયાદ ફિલ્મમાં રોકાણને લઈને છે.
ફરિયાદી દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે પલાશ મુચ્છલ સાંગલી ગયો હતો ત્યારે સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાએ તેની મુલાકાત પલાશ સાથે કરાવી હતી. વૈભવ માનેએ આરોપ લગાવ્યો છે કે પલાશ મુચ્છલે ફિલ્મ પ્રોજેક્ટના નામે તેની પાસેથી 40 લાખ રૂૂપિયા લીધા હતા. જેને લઈને તેણે ફરિયાદ નોંધાવી છે.

સમગ્ર મામલે ફરિયાદમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પલાશે ફિલ્મ પ્રોજેક્ટ માટે રૂૂપિયા લીધા હતા પણ તે ક્યારેય શરૂૂ જ કર્યો. જ્યારે વૈભવે રૂૂપિયા માગ્યા ત્યારે પલાશે તે રૂૂપિયા આપવાની ના પાડી અને ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. વૈભવ માનેએ પોલીસ અધિકારીને સોંપેલા આવેદન સાથે દરેક દસ્તાવેજ અને પૂરતા પુરાવાઓ પણ જમા કરાવ્યા છે. પલાશ મુચ્છલ તરફથી હજુ આરોપોને લઈને કોઈ રિએક્શન સામે નથી આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *