આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને બે કમાન્ડર સહિત 8 તાલિબાની સૈનિકોને મારી નાખ્યા

Published

on


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નજીક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે મુખ્ય કમાન્ડર સહિત 8 અફઘાન તાલિબાન સૈનિકો માર્યાં ગયા છે. ખુર્રમ સરહદી જિલ્લામાં ગોળીબારમાં 16 સૈનિકો ઘાયલ થયા હતા. અફઘાન પક્ષે શનિવારે સવારે પાક-અફઘાનિસ્તાન સરહદ પર પાલોશીન વિસ્તારમાં પાકિસ્તાની ચેક પોસ્ટ પર હથિયારોથી હુમલો કર્યો હતો.


પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.આ પહેલીવાર નથી જ્યારે અફઘાન સૈનિકો અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હોય. અફઘાન તાલિબાન પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની સાથે આંતરરાષ્ટ્રીય સરહદી દળો પર ખુલ્લેઆમ હુમલા કરી રહ્યાં છે.


તણાવપૂર્ણ સ્થિતિને કારણે સપ્તાહના અંતે બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત રહ્યો હતો. રવિવારે પણ સરહદ પર ગોળીબારના અહેવાલ હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. રવિવારના રોજ પાકિસ્તાનના કુર્રમના માર્ઘનમાં આતંકવાદી હુમલામાં અર્ધલશ્કરી ફ્રન્ટિયર કોર્પ્સના એક અધિકારીનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version