જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) ની બાજુમાં એક આગળના ગામ પર શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી સોમવારે વહેલી સવારે શોધખોળ શરૂૂ કરવામાં આવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું.
રવિવારે મોડી રાત્રે સુંદરબની સેક્ટરમાં મીનકા અને બેરીપટ્ટનના આગળના ગામો પર ઝબકતી લાઈટથી સજ્જ ડ્રોન જેવી વસ્તુ જોવા મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ ડ્રોન નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનમાં પાછા ફરતા પહેલા ભારતીય બાજુમાં થોડા સમય માટે પ્રવેશ કર્યો હતો.
