ગુજરાત

અકસ્માત કેસમાં મૃતક બે યુવકના વારસદારોને પ0 લાખનું વળતર ચૂકવવા હુકમ

Published

on

મોરબીના જીવાપર પાસે ટેન્કર અડફેટે જીકિયારી ગામના બે યુવકનાં મોત નિપજતા કલેઇમ કેસ કરાયા’તા

મોરબી નજીક જીવાપર ગામ પાસે ટેન્કરે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા જીકીયારી ગામનાં બે યુવાનનાં મૃત્યુનાં છ વર્ષ પહેલાના કેસમાં રાજકોટ ટ્રિબ્યુનલ દ્વારા વ્યાજ સહીત રૂૂા.50 લાખ વળતર બંનેના વારસદારોને ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, મોરબીના જીકીયારી ગામનાં યુવાન દિનેશભાઈ મોનજીભાઈ પીપળીયા તથા કેશુભાઈ હેમુભાઈ પીપળીયા બન્ને બાઇકમાં જતા હતા ત્યારે જીવાપર ગામ પાસે પહોંચતા જી.જે.- 12-ડબલ્યુ- 8470 નંબરના ટેન્કરે હડફેટે લેતાં બન્ને યુવાનોને ગંભીર ઈજાઓ થતાં બન્ને યુવાનોનાં મૃત્યુ થયા હતા. જે અંગે ગુજરનારોનાં વારસદારોએ બન્ને કલેઈમ કેસો રાજકોટ ટ્રિબ્યુનલમાં વકીલ રવીન્દ્ર ગોહેલ તથા સંદિપ એમ. રાઠોડ મારફત તા.06/12/2018નાં રોજ દાખલ કર્યા હતા.


આ અકસ્માતનાં મૃતકો પૈકી દિનેશભાઈ પીપળીયા અપરિણત અને તેમનાં કુટુંબમાં એકમાત્ર કમાવાવાળા વ્યકિત હતાં અને મૃતક કેશુભાઈ પીપળીયા પરિણીત હતાં અને તેમનાં ઘરમાં તેમનાં સિવાય પરિવારમાં તેમનાં પત્ની, તથા બે સગીર સંતાનો તથા માતાનું ભરણપોષણ કરતાં હતાં. તેથી બંને કેસમાં ગુજરનારોનાં વારસદારોને મહત્તમ વળતર મળે તથા ગુજરનારોની આવક મિનિમમ વેજીસ પ્રમાણે ગણવા તથા બન્ને ગુજરનારોની પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લેવા તેવી દલીલો ગુજરનારોનાં વકીલો દ્વારા કરવામાં આવી હતી.

તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં જજમેન્ટ રજુ કર્યા હતાં, તે તમામ ધ્યાનમાં રાખી રાજકોટ મોટર એકસીડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલે ગુજ. દિનેશભાઈ મોનજીભાઈ પીપળીયા તથા કેશુભાઈ હેમુભાઈ પીપળીયાનાં બન્ને કલેઈમ કેસોમાં વ્યાજ સહીત રૂૂા.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદારો વતી કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસિસ્ટન્ટ દિનેશ ડી. ગોહેલ તથા જતીન પી. ગોહેલ તથા જયેશ મકવાણા રોકાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version