વિપક્ષોના હોબાળા, મતદાન બાદ ‘વન નેશન- વન ઇલેક્શન’ બિલનો લોકસભામાં સ્વીકાર

ઇલેકટ્રોનિક વોટિંગમાં બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા પછી વિપક્ષોએ વાંધો લેતા વોટિંગ સ્લિપ દ્વારા બીજા રાઉન્ડમાં 269 સામે 198 મત પડયા: બિલ…

ઇલેકટ્રોનિક વોટિંગમાં બિલની તરફેણમાં 220 અને વિરુદ્ધમાં 149 મત પડ્યા પછી વિપક્ષોએ વાંધો લેતા વોટિંગ સ્લિપ દ્વારા બીજા રાઉન્ડમાં 269 સામે 198 મત પડયા: બિલ આખરે જેપીસીને સોંપાયું

એક દેશ, એક ચૂંટણીથ એટલે કે વન નેશન, વન ઈલેક્શન બિલ આજે લોકસભામાં રજૂ કરાયું હતું. આ બિલને પબંધારણ (129મો સુધારો) બિલ 2024થ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કરતા જ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો. બીજી તરફ, નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ અને વાયએસઆરસીપીના જગન મોહન રેડ્ડીએ આ બિલને ટેકો જાહેર કર્યો હતો.


પરચી મતદાન થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પરિણામો જાહેર હતા. તેમણે જણાવ્યું હતું કે, પજ્યારે પણ ઈલેક્ટ્રોનિક મતદાન થાય છે. જો તેમાં કંઈ યોગ્ય ન હોય તો જ પરચીની માગ કરી શકો છે. હાલ આ બિલની તરફેણ 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા છે.થ લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ પર મતદાન થયાબાદ તેને જેપીસીને મોકલવામાં આવ્યું છે. હાલમાં લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.


લોકસભામાં ભારે હોબાળા વચ્ચે આ બિલ મુદ્દે મતદાન શરૂૂ કરાયું. આ બિલની તરફેણમાં 220 અને વિપક્ષમાં 149 મત પડ્યા છે, જ્યારે કુલ 369 સભ્યે મતદાન કર્યું છે. આ બિલ માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ થઈ રહ્યું હોવાથી વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો. આ અંગે ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તમને વાંધો હોય તો પરચી આપીને પણ મતદાન કરી શકો છો.


બીજી તરફ, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાન પહેલા કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે આ બિલ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવા માટે પણ પ્રસ્તાવ મૂક્યો હતો.


લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને શાંત પાડતા કહ્યું હતું કે, આ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવશે. તેમાં તમામ પક્ષના સભ્યો હશે અને આ મુદ્દે વ્યાપક ચર્ચા કરશે. આ બિલ આવે તે પહેલા પૂરતો સમય અપાશે, તમે ઈચ્છો એટલા દિવસ ચર્ચા કરી શકો છો.
શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ શ્રીકાંત શિંદેએ વન નેશન, વન ઈલેક્શન બિલને સમર્થન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ કોઈ પણ સુધારાને નફરત જ કરે છે. આ નિવેદન પછી વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો.

ખરડાને બંધારણ વિરોધી ગણાવતા વિપક્ષો
એનસીપી (શરદ પવાર જૂથ) સાંસદ સુપ્રિયા સૂલેએ જણાવ્યું હતું કે, એક દેશ, એક ચૂંટણી બિલ બંધારણ વિરોધી છે. તમે ચૂંટણી પંચને ચૂંટણી યોજવા માટે વિધાનસભા ભંગ કરવાનો અધિકાર આપી રહ્યા છો. સપાના વડા અખિલેશ યાદવે આ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ બંધારણને નષ્ટ કરવાનું ષડયંત્ર છે. તો શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ અનિલ દેસાઈએ પણ આ બિલને સંઘીય માળખા પરના હુમલા સમાન ગણાવ્યું હતું. ઈન્ડિયન મુસ્લિમ લીગના સાંસદ ઈ.ટી. મોહમ્મદ બશીરે આ બિલનો વિરોધ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનરજીએ આ બિલને અલ્ટ્રા વાઈરસ ગણાવીને જોરદાર વિરોધ કર્યો હતો. આ બિલ બંધારણ વિરોધી છે. કોંગ્રેસના સાંસદ રાજીવ શુક્લાએ કહ્યું કે બિલમાં ઘણી ખામીઓ છે. તે સારું છે કે બિલ જેપીસીને મોકલવામાં આવ્યું હતું. અમે પણ તે જ માંગ કરી રહ્યા હતા. જેપીસીમાં બિલની વિગતવાર ચર્ચા થવી જોઈએ. બિલમાં ઘણી ખામીઓ છે. કોંગ્રેસના જયરામ રમેશે આ બિલને ગેરબંધારણીય ગણાવ્યું છે. વન નેશન વન ઈલેક્શન અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસે આજે સવારે 10.30 કલાકે સીપીપી (કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટી) ઓફિસ ખાતે તાકીદની બેઠક બોલાવી હતી. કોંગ્રેસના તમામ લોકસભા સાંસદોને ત્રણ લીટીનો વ્હીપ જારી કરવામાં આવ્યો છે, સપા સાંસદ રામ ગોપાલ યાદવે કહ્યું કે અમે આ બિલનો વિરોધ કરીશું અને આ બિલ બંધારણની વિરુદ્ધ છે. આ સાથે જ અખિલેશ યાદવે પણ લાંબી પોસ્ટ દ્વારા આ બિલ પર નિશાન સાધ્યું છે. આ સિવાય તમિલનાડુના સીએમ સ્ટાલિન, મમતા બેનર્જી, જેએમએમ સહિત અન્ય ઘણી પાર્ટીઓએ પણ આ બિલનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *