Uncategorized

સસ્પેન્શન મામલે વિપક્ષોનો સંસદમાં હંગામો

Published

on

સંસદનું શિયાળુ સત્ર સુરક્ષા ક્ષતિ બાદ હોબાળો સાથે ચાલી રહ્યું છે. ગઈકાલે બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજે પણ બંને ગૃહોમાં હંગામો થતાં બન્ને ગૃહો બપોર સુધી અને એ પછી પણ ધાંધલ ચાલુર હેતા સોમવાર સુધી મુલતવી રખાયા હતાં. દરમિયાન વિપક્ષી સાંસદોએ આજે સંસદ બહાર દેખાવો કર્યા હતાં. અગાઉ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં રણનીતિની ચર્ચા થઈ હતી.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા સસ્પેન્ડેડ સાંસદોને મળ્યા હતા. સસ્પેન્ડેડ સાંસદોએ દિલ્હીમાં સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુલ 14 સાંસદોમાંથી 13 લોકસભા અને એક રાજ્યસભાના છે. તમામને ગઈકાલે શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
સંસદની સુરક્ષા ક્ષતિની ઘટના પર, શિવસેના (UBT) સાંસદ સંજય રાઉતે કહ્યું, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશને જણાવવું જોઈએ કે આમાં શું રાજકારણ છે… લોકસભા અને રાજ્યસભાના સાંસદો આ અંગે ચર્ચા કરવા માંગે છે… તમે તમારા વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી દીધા પરંતુ તમારી પાર્ટીના સાંસદો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં જેની ભલામણ પર આ લોકો આવ્યા હતા… અમે રાજકારણ નથી કરી રહ્યા, તમારી બાજુથી રાજકારણ થઈ રહ્યું છે..
સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના પર ચર્ચાની માંગ અંગે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, નસ્ત્રપ્રશ્નો પૂછવાની અમારી ફરજ છે. સરકાર સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત છે. ચર્ચા થશે તો આકાશ પડતું નથી… ગુપ્તચર વિભાગ કોની પાસે છે? ગુપ્તચર તંત્ર ગૃહ મંત્રાલય પાસે છે. અમે માત્ર માહિતી મેળવવા માગતા હતા… અમે ચોક્કસપણે આ જવાબદારી ધરાવતા લોકોને પૂછીશું કે શું થયું?
દરમિયાન સંસદની સુરક્ષામાં ક્ષતિની ઘટના પર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સર્વપક્ષીય બેઠક બોલાવીને સ્પીકરે જે પણ આદેશ આપ્યા છે તેનું સરકાર પાલન કરી રહી છે. મામલો કોર્ટમાં છે, ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે. આ એક સંવેદનશીલ મામલો છે અને તેમણે (વિપક્ષે) તેને સમજવું જોઈએ.

સરકાર નિષ્ફળતા છુપાવે છે ! કોંગ્રેસનો પ્રહાર

સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક કરવાની ઘટનામાં આરોપીઓ પકડાઈ ગયા બાદ બંને ગૃહોમાંથી 15 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ ભડકી ઉઠી છે. કોંગ્રેસે સભ્યોને સસ્પેન્ડ કરવાની બાબતને લોકશાહીનું સસ્પેન્શન ગણાવતા ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે, સંસદની સુરક્ષામાં ચૂકના મુદ્દાને ભટકાવવા અને સરકારની નિષ્ફળતા છુપાવવા સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version