14 PLI યોજનામાં લક્ષ્યાંક કરતાં માત્ર 28% રોજગારી

  ભારતની ’પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ’ (PLI) યોજનાઓએ રોજગાર સર્જનના તેમના લક્ષ્યાંકમાંથી માત્ર 28 ટકા જ સિદ્ધ કર્યા છે. બીજી તરફ, રોકાણ એકત્રીકરણ (investment mobilisation)નિર્ધારિત લક્ષ્યાંકના 76…

 

ભારતની ’પ્રોડક્શન-લિંક્ડ ઇન્સેન્ટિવ’ (PLI) યોજનાઓએ રોજગાર સર્જનના તેમના લક્ષ્યાંકમાંથી માત્ર 28 ટકા જ સિદ્ધ કર્યા છે. બીજી તરફ, રોકાણ એકત્રીકરણ (investment mobilisation)નિર્ધારિત લક્ષ્યાંકના 76 ટકા સુધી પહોંચી ગયું છે. નીતિ આયોગ દ્વારા આ મુખ્ય યોજનાઓનું પ્રથમ પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે સરકારના ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવાના પ્રયાસોનું રોજગાર સર્જનમાં રૂૂપાંતરણ અસમાન રહ્યું છે.
નીતિ આયોગના જણાવ્યા અનુસાર, આ આંકડા PLI યોજનાઓના અત્યાર સુધીના કુલ અમલીકરણ સમયગાળાને પ્રતિબિંબિત કરે છે, જે તેમની સંયુક્ત સમયમર્યાદાના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે.

14 PLI યોજનાઓએ તેમના કુલ અમલીકરણ સમયગાળાના 58 ટકા પૂર્ણ કર્યા છે; એટલે કે, કુલ 996 મહિનાની સમયમર્યાદામાંથી 578 મહિના વીતી ગયા છે. 2020 અને 2021ની વચ્ચે શરૂૂ કરાયેલી આ યોજનાઓનો કાર્યકાળ ત્રણથી 10 વર્ષ સુધીનો છે. આ 14 યોજનાઓએ 30 લાખ (3 મિલિયન) ના લક્ષ્યાંક સામે 2025-26 (FY26) સુધીમાં 8,49,069 નોકરીઓનું સર્જન કર્યું છે.

તેમણે 3.15 લાખ કરોડ રૂૂપિયાના રોકાણ લક્ષ્યાંક સામે લગભગ 2.4 લાખ કરોડ રૂૂપિયાનું રોકાણ એકત્ર કર્યું છે. સાથે જ, નાણાકીય વર્ષ 2026 સુધીમાં આ યોજનાઓ હેઠળ લગભગ 22.66 લાખ કરોડ રૂૂપિયાનું ઉત્પાદન થયું છે, જે 35.38 લાખ કરોડ રૂૂપિયાના કુલ લક્ષ્યાંકના 64 ટકા છે. કુલ અમલીકરણ સમયગાળાનો નોંધપાત્ર 42 ટકા હિસ્સો હજુ બાકી છે. તેથી, આ પોર્ટફોલિયોમાં વિવિધ તબક્કાની યોજનાઓનો સમાવેશ થાય છે; કેટલીક યોજનાઓ નોંધપાત્ર રીતે આગળ વધી છે, જ્યારે અન્ય હજુ પણ રોકાણ અને પ્રારંભિક વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહી છે, તેમ થિંક ટેન્કે જણાવ્યું હતું.

યોજનાની રચનામાં સુધારાની ભલામણ
ગુરુવારે જાહેર કરાયેલા ‘PLI યોજનાઓના પ્રભાવનું મૂલ્યાંકન’ શીર્ષક ધરાવતા અહેવાલમાં, યોજનાઓની રચનામાં સુધારા કરવાની હિમાયત કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે, જોકે PLI યોજનાએ શરૂૂઆતના તબક્કે પ્રોત્સાહક પરિણામો દર્શાવ્યા છે, પરંતુ હવે ધ્યાન તેની પ્રારંભિક સફળતાના મૂલ્યાંકન પરથી હટાવીને તેની લાંબા ગાળાની અસરકારકતાને મજબૂત કરવા પર કેન્દ્રિત કરવું જોઈએ. આગળનો માર્ગ માત્ર યોજના ચાલુ રાખવા પૂરતો સીમિત નથી, પરંતુ તેની રચનામાં સુધારો કરવાનો છે, જેથી તે વધુ ઊંડાણપૂર્વકનું અને ટકાઉ ઔદ્યોગિક પરિવર્તન લાવી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *