રમતાં-રમતાં ગરમ પાણીની નાલીમાં પટકાયેલી એક વર્ષની બાળકીનું મોત

મોરબીના રંગપર ગામે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું…

મોરબીના રંગપર ગામે આવેલા કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની એક વર્ષની બાળકી રમતા-રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું સારવારમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના રંગપર ગામે આવેલા પેન્ટાગોન નામના કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારની પાયલ કિશનભાઇ રાવ નામની એક વર્ષની બાળકી સવારના અગીયારેક વાગ્યાના અરસામાં કારખાનામાં રમતી હતી.

ત્યારે રમતા રમતા અકસ્માતે ગરમ પાણીની નાલીમાં પડી ગઇ હતી.
ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકીએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *