આંતરરાષ્ટ્રીય

OMG, પ્રાઇવેટ પાર્ટના કારણે ન જીતી શક્યો ઓલિમ્પિકમાં મેડલ

Published

on

આજ કારણોસર એડલ્ટ વેબસાઇટે અઢી લાખ ડોલરની ઓફ્ર પણ કરી

ફ્રાન્સના પોલ વોલ્ટ એથલીટ, એન્થની એમિરાટી ભલે ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતી ન શક્યો હોય, પરંતુ તેમ છતાં તેને અઢી લાખ યુએસ ડોલર મળી શકે છે, જે ભારતીય રૂપિયામાં 2 કરોડ રૂપિયાથી વધુ થાય છે. હકીકતમાં 21 વર્ષીય એન્થનીનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના પ્રાઇવેટ પાર્ટના કારણે ક્રોસબાર નીચે પડી ગયું હતુ.


જેના કારણે એક એડલ્ટ વેબસાઇટે પુરુષત્વ બતાવવા માટે એન્થની એમિરાટીને અઢી લાખ યુએસ ડોલરની રકમ ઓફર કરી છે. આ એડલ્ટ વેબસાઇના ઉપાધ્યક્ષે આ બાબતે ઔપચારિક સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું છે.
અમેરિકન મીડિયા કંપની ટીએમજી અનુસાર એડલ્ટ વેબસાઇટ તરફથી ફ્રાન્સના આ એથલિટને 60 મિનિટના વેબ કેમ શો માટે મોટી રકમની ઓફર કરી છે. આ 60 મિનિટમાં શો દરમિયાન તેને કેમેરા સામે પોતાના પ્રાઇવેટ પાર્ટ બતાવવો પડશે. એન્થની 5.70 મીટરની ઊંચાઈ પર સ્થિત ક્રોસ બારને પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે કમાલની ટેક્નિકથી ક્રોસ બાર પાર પણ કરી લીધું, પરંતુ પ્રાઇવેટ પાર્ટના કારણે તેને નિરાશ થવું પડ્યું. ફ્રાન્સના એન્થની યાદીમાં 12 નંબરે રહ્યો.


એન્થની 12માં ક્રમથી ખૂબ નિરાશ હતો, કેમ કે તે ફાઇનલનો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો. આ પહેલા તેણે 2022માં અંડર 20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પોતાના પ્રયાસમાં નિષ્ફળ થયા બાદ તેના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. 12માં ક્રમાંકે ફિનિશ કર્યા પછી એન્થનીએ માત્ર ક્રોસ બારને મિસ કરવા વિશે વાત કરી, પરંતુ તે વિષય પર વાત ન કરી જેના કારણે તે ફાઇનલમાં જવાથી ચૂકી ગયો. પરંતુ ભલે તે પોતાની પહેલી ઓલિમ્પિકની ફાઇનલમાં જઈ શક્યો ન હોય, પરંતુ આ વિચિત્ર ઘટનાએ તેને મોટો સ્ટાર બનાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version