ઓલા, ઉબર, રેપિડો પીક અવર્સમાં બમણું ભાડું વસુલી શકશે: ખાનગી બાઇકને છૂટ

કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડાં કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર…

કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડાં કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ (MVAG) 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણા સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને નવી ગાઈડલાઈન્સ આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઈડલાઈન્સ લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે.

MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ (પ્રાઈવેટ) મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે.

જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂૂરી છે. ગાઈડલાઈન્સ અનુસાર, રાજ્ય સરકાર એગ્રિગેટર્સ મારફત શેરિંગ મોબિલિટી તરીકે મુસાફરી કરવા ખાનગી વાહનોને મંજૂરી આપી શકે છે.
ક્લોઝ 23ની ગાઈડલાઈન હેઠળ રાજ્યોને આ પ્રકારની મોટરસાયકલના ઉપયોગ બદલ એગ્રિગેટર્સ પાસેથી રોજિંદા, સાપ્તાહિક કે પખવાડિક ભાડું વસૂલવાની સત્તા આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *