હવે વન નેશન વન ટાઇમ લાગુ કરવા તૈયારી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઇમનો ઉપયોગ ફરજીયાત

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં પએક દેશ એક સમયથ એટલે કે વન નેશન-વન ટાઈમ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકારે ભારતીય માનક સમય…

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશમાં પએક દેશ એક સમયથ એટલે કે વન નેશન-વન ટાઈમ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકારે ભારતીય માનક સમય (IST)ને ફરજિયાત બનાવવા માટે નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે આ ડ્રાફ્ટ નિયમો પર 14 ફેબ્રુઆરી સુધી લોકો પાસેથી પ્રતિક્રિયાઓ અને સૂચનો મંગાવ્યા છે.
સમયની દેખરેખને પ્રમાણિત કરવાના ભાગરૂૂપે, સરકારે તમામ સત્તાવાર અને વ્યાપારી પ્લેટફોર્મ પર ISTનો જ ઉપયોગ ફરજિયાત કરવા માટે વ્યાપક નિયમોનો મુસદ્દો તૈયાર કર્યો છે. કાનૂની મેટ્રોલોજી (ભારતીય માનક સમય) નિયમો, 2024નો મુખ્ય ઉદ્દેશ્ય સમયની જાળવણીની પદ્ધતિઓને પ્રમાણિત કરવા માટે કાનૂની માળખું સ્થાપિત કરવાનો છે.

આ નવા નિયમો અનુસાર, કાયદાકીય, વહીવટી, વ્યાપારી અને સત્તાવાર દસ્તાવેજો માટે IST એકમાત્ર સમયનો સંદર્ભ રહેશે. એટલે કે, વાણિજ્ય, પરિવહન, જાહેર વહીવટ, કાનૂની કરાર અને નાણાકીય કામગીરી સહિતના તમામ ક્ષેત્રોમાં ISTને જ માન્ય સમય ગણવામાં આવશે. ડ્રાફ્ટ નિયમોમાં સત્તાવાર અને વ્યાપારી હેતુઓ માટે IST સિવાયના અન્ય કોઈપણ સમયના સંદર્ભ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ દરખાસ્ત ટેલિકોમ, બેંકિંગ, સંરક્ષણ અને 5ૠ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેક્નોલોજી સહિતના મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચોક્કસ સમય જાળવવાની ખાતરી કરવાના પ્રયાસોનો એક ભાગ છે. વ્યૂહાત્મક અને બિન-વ્યૂહાત્મક ક્ષેત્રો માટે નેનોસેક્ધડની ચોકસાઈ સાથેનો ચોક્કસ સમય ખૂબ જ જરૂૂરી છે. જો કે, ખગોળશાસ્ત્ર, નેવિગેશન અને વૈજ્ઞાનિક સંશોધન જેવા વિશેષ ક્ષેત્રો માટે સરકારની પૂર્વ મંજૂરી સાથે અપવાદોને મંજૂરી આપવામાં આવશે.

ગ્રાહક બાબતોનો વિભાગ નેશનલ ફિઝિકલ લેબોરેટરી અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંજછઘ) સાથે મળીને એક મજબૂત સમય જનરેશન અને પ્રસારણ પદ્ધતિ વિકસાવી રહ્યું છે. સરકાર દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સને 14 ફેબ્રુઆરી સુધીમાં આ ડ્રાફ્ટ નિયમો પર તેમના સૂચનો આપવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલથી સમગ્ર દેશમાં સમયની એકરૂૂપતા જળવાશે અને વહીવટી કાર્યક્ષમતામાં પણ સુધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *