Site icon Gujarat Mirror

નામચીન સાગર રાણાએ ફરી લખણ ઝળકાવ્યા, જૂની અદાવતમાં કાકા-ભત્રીજી સહિત ત્રણ પર હુમલો

નવલનગરમાં બનાવ, છ શખ્સો સામે રાયોટ અને મારામારીની કલમ હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ શહેરના નામચીન અને કુખ્યાત ગણાતા સાગર રાણા આણી ટોળકીએ ફરી શહેરમા લખણ ઝળકાવ્યા હતા અને પોલીસ ફરીયાદનો ખાર રાખી કાકા – ભત્રીજી સહીત 3 પર મંડળી રચી હથીયાર વડે હુમલો કર્યો હતો. આ ઘટનામા ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા. જયારે માલવીયાનગર પોલીસે આરોપીઓ વિરૂધ્ધ રાયોટ અને મારામારીની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

વધુ વિગતો મુજબ રૈયાધાર સ્લમ કવાર્ટરમા રહેતા સિધ્ધરાજસિંહ બહાદુરસિંહ તલાટીયા (ઉ. વ. ર6) એ પોતાની ફરીયાદમા સોનલબેન , અર્જુન, રોનક આહીર, વિક્રમ રાણા, નામચીન સાગર રાણા અને રાહુલ બવનુ નામ આપતા તેઓ સામે ફરીયાદ નોંધવામા આવી છે. સિધ્ધરાજસિંહે ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેઓ ર્સ્ટલીંગ હોસ્પીટલમા કેન્ટીનમા નોકરી કરે છે.

ગઇકાલે બપોરના સમયે પોતે અને તેની ભત્રીજી દેવીકા એમ બંને મુરલીધર ચોક વિનાયક નગર, શેરી નં 18 મા રહેતા ભાઇ વિક્રમસિંહના ઘરે ભત્રીજીને મુકવા બાઇક લઇને ગયા હતા. ત્યારે તેમના માતા રંજનબેન બીજી ભત્રીજી દિવ્યાને રીક્ષામા લઇ આવ્યા હતા. આ સમયે વિક્રમસિંહના ઘરની બહાર વાહન પાર્ક કરતા હતા ત્યારે તેમના કૌટુંબીક સબંધી અર્જુનના પત્ની સોનલબેન આવ્યા હતા અને ભત્રીજી દેવિકાને કહેવા લાગ્યા કે તે મારા પતિ અર્જુનનુ નામ પોલીસ સ્ટેશનમા કેમ લખાવ્યુ. જેથી દેવિકાએ કહયુ કે તે મારા પિતા વિક્રમસિંહ સાથે ઝઘડો કેમ કર્યો. આ બાબતે દેવિકા અને દિવ્યા સાથે સોનલબેને બોલાચાલી શરૂ કરી હતી અને આ લોકોને છુટા પાડવા જતા સોનલે ફોન કરીને તેમના પતિ અર્જુનને બોલાવ્યો હતો અને આ અર્જુન સાથે રોનક આહીર, વિક્રમ રાણા, સાગર રાણા અને રાહુલ બવ આવી પહોંચ્યા હતા.

આ તમામ આરોપીઓએ લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ લોખંડનો પાઇપ સિધ્ધરાજસિંહને માથાના ભાગે મારી દેતા ઇજા પહોંચી હતી અને તેમને લોહી લુહાણ હાલતમા ભાણેજ મોહીત પરમારે તેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલે લઇ જવામા આવ્યા હતા આ મામલે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ પી. વી. ડોડીયા અને સ્ટાફે તપાસ શરૂ કરી છે.

Exit mobile version