નીતિશકુમાર રેડ્ડીના પિતા સુનિલ ગાવસ્કરના પગે પડ્યા, ભાવુક દૃશ્યો

ગાવસ્કરે કહ્યું તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે   ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ…

ગાવસ્કરે કહ્યું તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સિંગ ડે ટેસ્ટ રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે મેલબોર્નમાં ઈમોશનલ સીન જોવા મળ્યો હતો. ટેસ્ટ સદી ફટકારનાર નીતિશ કુમાર રેડ્ડીના પિતા મુત્યલા રેડ્ડીએ મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ના ચરણ સ્પર્શ કર્યા હતા. ગાવસ્કર સાથે રેડ્ડી પરિવારની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગાવસ્કરે ભાવનાત્મક રીતે નીતિશના પિતાને ગળે લગાવ્યા.

આ દરમિયાન નીતિશની માતા અને બહેન પણ ત્યાં હાજર હતા.ગાવસ્કરે નીતીશના પિતાના સંઘર્ષની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય ક્રિકેટને તેમના બલિદાનથી હીરો મળ્યો છે. નીતિશે ત્રીજા દિવસે શાનદાર સદી ફટકારીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ગાવસ્કરે કહ્યું કે, તેઓ નીતિશના પિતાના સંઘર્ષને જાણે છે. તેમણે કેટલું બલિદાન આપ્યું છે. તમારા કારણે ભારતીય ક્રિકેટને હીરો મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *