નિર્મલા મેમસાહબ, અમારું ધ્યાન રાખજો; બજેટ પૂર્વે તમામ વર્ગોની આશા-અપેક્ષાઓ

સંસદનું બજેટ શત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજે શરૂ થઈ ગયું છે. આવતી કાલે નાણામંત્રી નિર્મલા સિતારામન તેમનું આઠમું બજેટ રજુ કરશે. 2025-26નું બજેટ એવા સમયે…

સંસદનું બજેટ શત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજે શરૂ થઈ ગયું છે. આવતી કાલે નાણામંત્રી નિર્મલા સિતારામન તેમનું આઠમું બજેટ રજુ કરશે. 2025-26નું બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે જ્યારે અર્થતંત્ર થોડુ અસ્થિર અને થકાવટ મહેસુસ કરી રહ્યું છે. મોંઘવારી-બેરોજગારીથી લોકો નિરાશા અનુભવી રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વપરાશ ખર્ચ ઘટી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કારણોસર ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડતા આયાત મોંઘી બની રહી હોવાથી કાચા માલની પડતર વધી છે. સતત સારા વરસાદ અને એ કારણે વધેલી સિચાઈ સગવડોથી કૃષિ ક્ષેત્રો આશાનું કિરણ બની રહ્યું છે, પણ મેન્યુફેક્ચરીંગ સેક્ટર ચિંતાની બાબત છે.

આ સંજોગોમાં ઉદ્યોગ-વેપાર જગતથી માંડી મધ્યમ વર્ગ નાણામંત્રી તરફ આશા ભરી મિટ માંડી રહ્યો છે. સિતારામણની વહી માંથી શું નિકળે છે તે કાલે ખભર પડશે પણ સૌ પોતપોતાની રીતે બજેટ પારખવા મથામણ કરી રહ્યા છે. મૂડી ખર્ચમાં વધારો (કેપેક્સ), GST તર્કસંગતતા અને આર્થિક વૃદ્ધિના પગલાંનો સમાવેશ થાય છે. ધીમી આર્થિક ગતિ, નબળો પડી રહેલો રૂૂપિયો અને વર્તમાન ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાઓની વર્તમાન પૃષ્ઠભૂમિને જોતાં, બજેટમાં માળખાકીય વિકાસ, કૃષિ, MSME અને એકંદર આર્થિક સ્થિરતાને પ્રાથમિકતા અપેક્ષિત છે.

ભારતને NEPના 6 ટકાના લક્ષ્યની નજીક લાવવા માટે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વર્તમાન સ્તરો કરતાં વધુ ફાળવવામાં આવેલા બજેટમાં વધારો થશે. ભારતના સૌથી યુવા કાર્યબળ અને ઉપભોક્તા આધાર તરીકે, જનરલ Z,, જેમાં આવશ્યકપણે 1997-2012 વચ્ચે જન્મેલા લોકોનો સમાવેશ થાય છે, તે કેન્દ્રીય બજેટ 2025 થી અનન્ય અપેક્ષાઓ ધરાવે છે. નોકરીઓ, સ્ટાર્ટઅપ્સ, ડિજિટલ અર્થતંત્ર, ટકાઉપણું અને કરવેરા પર ધ્યાન કેન્દ્રિત કરીને,જનરલ ણની અપેક્ષાઓ પ્રગતિશીલ છે. ભારત રાષ્ટ્રીય જીડીપીના આશરે 4.5% શિક્ષણ પર ખર્ચ કરે છે, જ્યારે વિકસિત દેશો 6-14% વચ્ચે ખર્ચ કરે છે. ત્યાં એકદમ ગાબડું છે. 2024-25ના બજેટમાં „ UGCના ભંડોળમાં પાછલા વર્ષની સરખામણીમાં 61%નો આશ્ચર્યજનક ઘટાડો કરવામાં આવ્યો હતો. કહેવાની જરૂૂર નથી કે 2025-26ના બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે ઘણું બધું કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *