રસ્તા પરથી રખડતા ઢોરને દૂર કરશે NHAI: માલિકોને દંડ થશે

દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકો ઘણીવાર એક મોટી સમસ્યાનો સામનો કરે છે: ઝડપથી દોડતા વાહનોની સામે અચાનક રખડતા પશુઓ આવી…

દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને હાઈ-સ્પીડ એક્સપ્રેસવે પર મુસાફરી કરતા વાહનચાલકો ઘણીવાર એક મોટી સમસ્યાનો સામનો કરે છે: ઝડપથી દોડતા વાહનોની સામે અચાનક રખડતા પશુઓ આવી જાય છે, જેનાથી માર્ગ અકસ્માતનું જોખમ વધી જાય છે. જોકે, હવે રખડતા પશુઓને કારણે થતા આ સંભવિત જીવલેણ અકસ્માતોને રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

માર્ગ પરિવહન મંત્રાલયે આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને તેના ઉકેલ માટે કડક પગલાં અમલમાં મૂક્યા છે. સરકાર દ્વારા એક વિગતવાર જઘઙ બહાર પાડવામાં આવી છે; તેમાં દર્શાવેલ નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ હાઈવે કે એક્સપ્રેસવે પર પોતાના પશુઓને રખડતા (અનિયંત્રિત) છોડી દે છે, તો માલિકની ઓળખ કરવામાં આવશે અને ભારે દંડ કરવામાં આવશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ આ આદેશ જારી કર્યો છે. નવા આદેશ હેઠળ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પરથી રખડતા ઢોર અને અન્ય પશુઓને સુરક્ષિત રીતે દૂર કરવા માટે હાઈવે એજન્સીઓ અને રાજ્ય સરકારોને આ અઠવાડિયે જઘઙ જારી કરવામાં આવી છે. આ નવા નિયમો હેઠળ, NHAI, NHIDCLઅને જાહેર બાંધકામ વિભાગ (PWD) માંથી એક મુખ્ય નોડલ એજન્સી નિયુક્ત કરવામાં આવશે. શરૂૂઆતમાં, આ એજન્સીઓ એવા ચોક્કસ માર્ગો અથવા હાઈવેના વિભાગોની ઓળખ કરશે જ્યાં રખડતા પશુઓને કારણે સૌથી વધુ અકસ્માતો થાય છે. ત્યારબાદ, એજન્સીઓ આ પશુઓને સુરક્ષિત રીતે દૂર કરશે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નિર્ધારિત પશુ આશ્રયસ્થાનોમાં લઈ જશે. નોંધનીય છે કે પશુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો સંપૂર્ણ ખર્ચ હાઈવે એજન્સીઓ ભોગવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *