નવો રેકોર્ડ, મુંબઇમાં રૂા.4300ના ભાવે ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ની ટિકિટનું બુકિંગ

  ક્રિસમસ નજીક આવે એટલે માર્વેલની ફિલ્મની રાહ જોવાતી હોય છે. ત્યારે આ વર્ષે રિલીઝ થનારી ’એવેન્જર્સ: ડૂમ્સડે’એ રિલીઝ પહેલાં જ નવો રેકોર્ડ બનાવ્યો છે.…

 

ક્રિસમસ નજીક આવે એટલે માર્વેલની ફિલ્મની રાહ જોવાતી હોય છે. ત્યારે આ વર્ષે રિલીઝ થનારી ’એવેન્જર્સ: ડૂમ્સડે’એ રિલીઝ પહેલાં જ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં ફિલ્મની રિલીઝના એક મહિના કરતાં વધુ સમય પહેલાં મધરાતના શોનું એડવાન્સ બુકિંગ શરૂૂ થયું છે. નાવી મુંબઈના સિનેપોલિસ સીવુડ્સ મલ્ટિપ્લેક્સમાં 17 ડિસેમ્બરની રાત્રે 12:01 વાગ્યાના 4x$W$ શો માટે એક ટિકિટનો ભાવ 4,300 રાખવામાં આવ્યો છે. ભારતમાં એક ફિલ્મની ટિકિટનો ભાવ પ્રથમવાર 4,000ને પાર પહોંચ્યો હોવાનું કહેવાય છે.અગાઉ ’રામાયણ’ માટે મુંબઈના પીવીઆર લોઅર પરેલમાં ટિકિટનો ભાવ 3,170 નોંધાયો હતો. સામાન્ય રીતે આટલા ઊંચા દર આઈમેક્સ સ્ક્રીનિંગમાં જોવા મળે છે, પરંતુ ’એવેન્જર્સ: ડૂમ્સડે’ના 4DX શોએ આ રેકોર્ડ પણ વટાવ્યો છે.

મહત્વની વાત એ છે કે આટલી મોંઘી ટિકિટ હોવા છતાં બૂકિંગ ઝડપથી થઈ રહ્યું છે. ફિલ્મ 17 ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ 16 નવેમ્બરની રાતથી જ એડવાન્સ બૂકિંગ શરૂૂ કરી દેવાયું હતું. મુંબઈમાં પાવીઆર લોઅર પરેલ અને મિરાજ વડાલામાં રાત્રે 12:05 અને 3:05 વાગ્યાના શો રાખવામાં આવ્યા છે.

થાણેના સિનેપોલિસ વિવિયાના મોલમાં 12:01 વાગ્યાનો શો યોજાશે. દિલ્હી-ગઈછ માં પણ ગુરુગ્રામના સિનેપોલિસ મલ્ટિપ્લેક્સમાં મધરાતના શોનું બૂકિંગ શરૂૂ થયું છે.ગુજરાતમાં અમદાવાદના સિનેપોલિસ નેક્સસમાં 16 ડિસેમ્બરે સવારે 11:59 વાગ્યાના શો માટે બૂકિંગ ખુલ્યું છે, જ્યારે સિનેપોલિસ વસ્ત્રાલમાં 12:10 વાગ્યાનો નિયમિત 2ડી શો રાખવામાં આવ્યો છે. સુરતના પીવીઆર રાહુલ રાજમાં રાત્રે 2:15 વાગ્યાનો હિન્દી ઇન્ફિનિટી વિઝન 3ડી શો પણ જાહેર થયો છે. વડોદરા અને કોલકાતામાં પણ વહેલી સવારના શોનું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *