ન ભાજપ જોય, ન કોંગ્રેસ કે ન આપ, રાજકોટમાં પડ્યા 9119 નોટા મત

સૌથી વધુ વોર્ડ નં.11, 9, 1, 8 અને 3ના મતદારોએ તમામ રાજકીયપક્ષો પ્રત્યે દર્શવ્યો અણગમો રાજકોટમાં ચૂંટણી આવે ત્યારે કોણીએ ગોળ ચોટાડતા વચનો આપીને પછી…

સૌથી વધુ વોર્ડ નં.11, 9, 1, 8 અને 3ના મતદારોએ તમામ રાજકીયપક્ષો પ્રત્યે દર્શવ્યો અણગમો

રાજકોટમાં ચૂંટણી આવે ત્યારે કોણીએ ગોળ ચોટાડતા વચનો આપીને પછી પાંચ વર્ષ સુધી મોઢુ પણ ન દેખાડે, જનતા પ્રાથમિક સુવિધા માટે વલખા મારતા રહે, સમસ્યાઓ જેમની તેમ પડી રહે, જનતાનો અવાજ રૂૂંધી નાખવામા આવે અને લેખિત ફરિયાદો-અરજી કચરા ટોપલીમાં પધરાવી દેવામા આવે.

મતદારોને થતા આવા કડવા અનુભવનો રોષ આ વખતે પણ મત પેટીઓમાં ઠલવાયો હતો. મતનો
ગેરઉપયોગ ન થાય એ માટે ચૂંટણી પંચે નોટાનો વિકલ્પ આપ્યો જ છે. કોઇપણ પક્ષને મત ન આપીને પણ મતાધિકારની ફરજ નિભાવવા 9119 મતદારોએ આ વખતે નોટાને મત આપ્યો છે.

રઘુવંશી સમાજનુ ‘નોટા વોટ આંદોલન’ ઇવીએમમાં જોઇએ તેવુ ન દેખાયુ
રાજકોટમાં આ વખતે રઘુવંશી સમાજ ટિકિટ ફાળવણીમાં થયેલા અન્યાય મુદ્દે ભાજપ સામે મેદાને પડ્યો હતો. ‘જ્યાં રઘુવંશી ઉમેદવાર નથી, ત્યાં અમારો વોટ NOTA ને’ અને ‘ટિકિટ અમારી કાપી, ભૂલ તમે મોટી કરી’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ્સ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં પણ થયા હતા. રઘુવંશી યુવાઓએ ભાજપ ને મત નહીં, કોંગ્રેસ કે અન્ય પાર્ટીને પણ મત નહીં. નોટામાં મત નાખવાનો નિર્ધાર કર્યો હતો. સાથે સમાજના અગ્રણીઓએ ચીમકી આપી હતી કે જો આ અન્યાય ચાલુ રહેશે, તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરી નવો ઈતિહાસ રચશે. તેવી ચીમકી પણ આપી હતી. જો કે રઘુવંશી સમાજના પ્રભુત્વવાળા વોર્ડમાં નોટા મત પર તેની અસર એટલી જોવા મળી નથી.

ક્યા વોર્ડમાં કેટલા નોટા મત
વોર્ડ નોટા
1 – 753
2 – 507
3 – 600
4 – 368
5 – 350
6 – 405
7 – 323
8 – 696
9 – 752
10 – 502
11 – 996
12 – 390
13 – 466
14 – 485
15 – 319
16 – 300
17 – 428
18 – 479