આણંદપર (બાઘી) ગામે પાણીની કુંડીમાં ડૂબી જતાં 3 વર્ષના બાળકનું મોત

એક બહેનના એકના એક ભાઈના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની શહેરની ભાગોળે આણંદપર (બાધી) ગામે વાડીમાં રમતા-રમતા 3 વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો…

એક બહેનના એકના એક ભાઈના મોતથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની

શહેરની ભાગોળે આણંદપર (બાધી) ગામે વાડીમાં રમતા-રમતા 3 વર્ષનો બાળક પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી ગયો હતો. એક બહેનના એકના એક ભાઈના મોતથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા આણંદપર (બાધી) ગામે ભરતભાઈની વાડીમાં રહી મજુરી કામ કરતાં બહાદુર શેરીયરનો ત્રણ વર્ષનો પુત્ર પ્રિન્સ આજે સવારે વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા વાડીમાં આવેલી પાણીની કુંડીમાં પડી જતાં ડૂબી જવાથી બાળકનું મોત નિપજ્યું હતું.

આ અંગે બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રિન્સ એકની એક બહેનનો નાનો ભાઈ હતો. માસુમ બાળકનાં મોતથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.