ડી ગેંગ સાથે સંકળાયેલો ઇનામી ગુંડો નસીમ દુર્રાની ઠાર

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ઉત્તર પ્રદેશ એસટીએફ, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બુલંદશહર પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ સાથેની અથડામણમાં 50,000નો ઇનામી ગુનેગાર…

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ઉત્તર પ્રદેશ એસટીએફ, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને બુલંદશહર પોલીસની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી છે. પોલીસ સાથેની અથડામણમાં 50,000નો ઇનામી ગુનેગાર નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાન માર્યો ગયો છે. નસીમ 16 નવેમ્બરે દિલ્હીના સોનિયા વિહારમાં થયેલા સમીર ઉર્ફે ભૂરા હત્યા કેસમાં વોન્ટેડ હતો. પોલીસને ઘટનાસ્થળેથી એક ઓટોમેટિક પિસ્તોલ પણ મળી આવી છે.
મળતી વિગતો મુજબ, દિલ્હી પોલીસ અને નોઈડા એસટીએફને નસીમ દુર્રાની બુલંદશર વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. આ બાતમીના આધારે ઉત્તર પ્રદેશ એસટીએફ, દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને બુલંદશર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

સિકંદરાબાદ કોતવાલી વિસ્તારના જાટ ચોક પાસે પોલીસની ટીમે નસીમને ઘેરી લીધો હતો. પોલીસથી ઘેરાયેલો હોવાનું જણાતાં નસીમે પોલીસ ટીમ પર ગોળીબાર શરૂૂ કર્યો હતો. જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું, જેમાં નસીમનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, નસીમ દુર્રાની ઉર્ફે રિઝવાન (37) દિલ્હીના ન્યૂ મુસ્તફાબાદ સ્થિત રાજીવ ગાંધી નગરનો રહેવાસી હતો. 16 નવેમ્બરે દિલ્હીના સોનિયા વિહાર વિસ્તારમાં ઝીરો પુશ્તા પાસે સમીર ઉર્ફે ભૂરા પોતાના મિત્રો સાથે સ્કૂટી પર જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને રોકીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *