ગુજરાત

અમદાવાદમાં મનપાના સ્વિપર મશીને ફૂટપાથ પર દંપતીને કચડ્યું: મહિલાનું મોત, પતિનો પગ કચડી નાખ્યો

Published

on

 

હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અમદાવાદમાં વધું એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદમાં વાસણામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિપર મશીને ફુટપાથ પર રહેતા એક દંપતીને કચડયા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. શહેરના વાસણા વિસ્તારમાં જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે AMCના સ્વીપર મશીને કાબૂ ગુમાવતા ફૂટપાથ પર ચડી ગયું હતું.

મળતી વિગતો મુજબ વાસણા જી.બી. શાહ કોલેજ પાસે વહેલી સવારે સ્વીપર મશીન ફૂટપાથ ઉપર ચડી જતા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં શ્રમિક મહિલાનું મોત થયું હતું. મૃતક મહિલાના પતિનો પગ અકસ્માતમાં કચડાઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાવામાં આવ્યો છે. પોલીસ સૂત્ર પાસે મળતી વિગતો મુજબ આ મહિલા જ્યારે ફૂટપાથ પર રોટલા બનાવતી હતી ત્યારે અચાનક AMCનું સ્વીપર મશીન તેમના પર ચડી ગયું હતું અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્વીપર મશીનનો ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આસપાસના લોકોએ તેનો પીછો કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version