8 નવેમ્બરે દીવાળી નિમિત્તે બપોરના સમયે મુહૂર્ત ટ્રેડિંગ

સ્ટોક એક્સચેન્જો NSE અને BSE દિવાળી નિમિત્તે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ એક વિશેષ ’મુહૂર્ત ટ્રેડિંગ’ સત્ર યોજશે. એક્સચેન્જો દ્વારા જારી કરાયેલા અલગ-અલગ પરિપત્રો મુજબ,…

સ્ટોક એક્સચેન્જો NSE અને BSE દિવાળી નિમિત્તે 8 નવેમ્બર (રવિવાર) ના રોજ એક વિશેષ ’મુહૂર્ત ટ્રેડિંગ’ સત્ર યોજશે. એક્સચેન્જો દ્વારા જારી કરાયેલા અલગ-અલગ પરિપત્રો મુજબ, આ વિશેષ ટ્રેડિંગ સત્ર બપોરે 2:20 થી બપોરે 3:30 વાગ્યા સુધી ચાલશે. બપોરે 2:05 થી 2:20 સુધી 15 મિનિટનું ’પ્રી-ઓપનિંગ’ (બજાર ખુલતા પહેલાનું) સત્ર યોજાશે.

જોકે દિવાળીના દિવસે શેરબજારમાં નિયમિત ટ્રેડિંગ બંધ રહેશે, પરંતુ રોકાણકારોને આ સમયગાળા દરમિયાન ટ્રેડિંગ કરવાની તક મળશે. ’મુહૂર્ત ટ્રેડિંગ’ એ દિવાળીના દિવસે યોજાતું એક પ્રતીકાત્મક બજાર સત્ર છે, જે નવા હિન્દુ કેલેન્ડર વર્ષની શરૂૂઆતનું પણ સૂચક છે.

એવી માન્યતા છે કે આ ’મુહૂર્ત’ અથવા શુભ સમય દરમિયાન ટ્રેડિંગ કરવાથી રોકાણકારો અને હિતધારકો માટે સમૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિ આવે છે. એક્સચેન્જોના પરિપત્રો અનુસાર, ઇક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ, તેમજ સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ (SLB) સહિતના વિવિધ સેગમેન્ટ્સમાં ટ્રેડિંગ ઉપલબ્ધ રહેશે. આ પણ વાંચો: શેરબજારમાં રજા: દશેરાના કારણે આજે BSE અને NSEમાં ટ્રેડિંગ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *