આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાયા. આ પહેલા પંજાબ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એક પત્રકાર પરિષદમાં ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.ભાજપ હેડક્વાર્ટરમાં નીતિન નબીને રાઘવ ચઢ્ઢાને લાડુ ખવડાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું.
રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ ભાજપ મુખ્યાલયમાં પાર્ટીમાં જોડાયા હતા. બાકીના ચાર સાંસદો હજુ સુધી હાજર થયા નથી. સ્વાતિ માલીવાલે કહ્યું, “હું ઇટાનગરમાં છું. સાંજે દિલ્હી પાછા ફર્યા પછી વાત કરીશ. પંજાબમાં 2027માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.”
અગાઉ, રાઘવ ચઢ્ઢાએ જાહેરાત કરી હતી કે તેઓ, આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ રાજ્યસભા સાંસદો સાથે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ પગલાને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે; આંજે એક પત્રકાર પરિષદને સંબોધતા ચઢ્ઢાએ કહ્યું, “અમે નિર્ણય લીધો છે કે અમે – રાજ્યસભામાં AAPના બે તૃતીયાંશ સભ્યો ધરાવીએ છીએ – ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભાજપમાં જોડાશું.”
