MPના CMના પરિવારે ઉજ્જૈનનો DP બને તે પહેલાં કરોડોની જમીન ખરીદી!

  પત્ની સીમા, પુત્રવધૂ શાલિની, ભાઇ નંદલાલ-નારાયણ સહિતના પરિવારજનોએ જંગી ખરીદી કરી, હવે નવા રોડ અને કપાત આવતા અનેકગણું વળતર મેળવશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે…

 

પત્ની સીમા, પુત્રવધૂ શાલિની, ભાઇ નંદલાલ-નારાયણ સહિતના પરિવારજનોએ જંગી ખરીદી કરી, હવે નવા રોડ અને કપાત આવતા અનેકગણું વળતર મેળવશે

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સત્તા સંભાળ્યા પછી તેમના પરિવાર અને સંબંધીઓએ ઉજ્જૈનમાં વ્યાપક જમીન ખરીદીઓ કરી છે. આ જમીનો તેમની સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા રસ્તા પ્રોજેક્ટ્સ અને લેન્ડ યુઝ ચેન્જના લાભથી સીધી અસરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી છે. ઈન્ડિયન એક્સપ્રેસની તપાસમાં આ સમગ્ર વ્યવહારનો પર્દાફાશ થયો છે.

મુખ્યમંત્રી મોહન યાદવે 13 ડિસેમ્બર 2023ના રોજ સત્તા સંભાળી ત્યારથી તેમના પરિવાર અને તેમની રિયલ એસ્ટેટ કંપનીઓએ ઉજ્જૈનમાં કુલ 137 પ્લોટ્સ ખરીદ્યા છે. આનું કુલ વિસ્તાર 168 એકર છે અને આ વ્યવહારોની કિંમત આશરે 45 કરોડ રૂૂપિયા છે. આમાંથી કેટલાક પ્લોટ્સ પછી વેચાઈ પણ ગયા છે.0
ખાતૌની રેકોર્ડ્સ અનુસાર આ જમીનો મુખ્યમંત્રીની પત્ની સીમા યાદવ, પુત્ર વૈભવની પત્ની શાલિની યાદવ, ભાઈઓ નંદલાલ અને નારાયણ યાદવ, નારાયણની પત્ની રેખા, તેમના પુત્ર અભય યાદવ તેમજ પિતરાઈ ભાઈઓ ગોવિંદ અને નિલેશ યાદવ દ્વારા ખરીદવામાં આવી છે.

આ તપાસમાં જાણવા મળ્યું છે કે આ જમીનો મોટા ભાગે ઉજ્જૈનના શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી સીધી અસરગ્રસ્ત વિસ્તારોમાં છે. ગંગેદી વિસ્તારમાં ઉજ્જૈન-બડનગર અને ઉજ્જૈન-ઈન્દોર હાઈવેના જંક્શન પાસે 51 એકરથી વધુ જમીન 38 પ્લોટ્સમાં ખરીદી. કરોડિયા અને જયવંતપુરામાં પંચકોશી પરિક્રમા માર્ગ અને ઉજ્જૈન-માક્સી રોડ પાસે આઠથી છ એકર જમીન. ઉનહેલ અને ચાંદેસરામાં નવા હાઈવે પ્રોજેક્ટ્સ પાસે 29 એકર અને 9 એકર જમીન ખરીદાઇ છે.

ઉજ્જૈન માસ્ટર પ્લાન 2035 અનુસાર કૃષિ જમીનને રહેણાક અને વ્યાપારી ઉપયોગમાં ફેરવવાના નિર્ણયોથી પણ આ વિસ્તારોની કિંમતોમાં વધારો થયો છે. માસ્ટર પ્લાન મે 2023માં જાહેર થયો હતો, જેના કેટલાક વિસ્તારોમાં યાદવ પરિવારે અગાઉથી જ જમીન ખરીદી હતી.

સત્તા સંભાળતા પહેલાં પણ યાદવ પરિવાર પાસે ઉજ્જૈનમાં 108 પ્લોટ્સ અને 179 એકર જમીન હતી. મુખ્યમંત્રી મોહન યાદવ પોતે 17 એકર અને તેમની પત્ની સીમા યાદવ 10.6 એકર જમીનના માલિક છે. સિદ્ધિ વિનાયક દેવકોન પ્રા. લિ. જેવી કંપનીઓ દ્વારા પણ વધારાની જમીનો છે. આ તપાસ ઉજ્જૈનના વ્યાપક શહેરી વિકાસ, નવા રસ્તાઓ, હાઈવે અને સિમસ્થા 2028ની તૈયારીઓના સંદર્ભમાં મહત્વની છે. વિરોધ પક્ષોએ પણ આ અંગે અગાઉ આરોપો લગાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *