સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારત સરકાર ચીન સંબંધી એન્ટ ઇન્ટરનેશનલ સાથે વાતચીત કરી રહી છે જ્યાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Alipay+ ને ભારતની અગ્રણી ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ સાથે ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન માટે જોડવાની મંજૂરી આપી શકાય.
આ પગલાથી ભારતીય પ્રવાસીઓ માટે ચૂકવણી સરળ બનશે કારણ કે તેઓ Alipay+ સાથે સાઇન અપ કરનારા દેશોમાં વેપારીઓ સાથે ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નો ઉપયોગ કરી શકશે. આનાથી ભારતીય વ્યાપાર, વાણિજ્ય અને પ્રવાસીઓને ઘણો ફાયદો થશે. ભારત સરકાર અને સેન્ટ્રલ બેંકના અધિકારીઓ અને સિંગાપોર સ્થિત એન્ટ ઇન્ટરનેશનલ, જેની સ્થાપના ચીનના દિગ્ગજ જાયન્ટ એન્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી અને હવે સ્વતંત્ર રીતે કાર્યરત છે, વચ્ચેની વાતચીત ચીન સાથેના સંબંધોમાં વધુ ગરમાવો દર્શાવે છે. Alipay+ તેની વેબસાઇટ અનુસાર, 100 થી વધુ બજારોમાં 150 મિલિયનથી વધુ વેપારીઓ સાથે લગભગ 1.8 અબજ વપરાશકર્તા ખાતાઓને જોડે છે. કંપની એશિયા, યુરોપ, મધ્ય પૂર્વ અને લેટિન અમેરિકામાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.
ભારતનું UPI દેશમાં સર્વવ્યાપી બની ગયું છે, જે દર મહિને લગભગ 18 અબજ વ્યવહારો કરે છે. સરકાર અને રિઝર્વ બેંક ભારતીય પ્રવાસીઓ અને ડાયસ્પોરાને ભારતીય રૂૂપિયામાં ચુકવણી કરવામાં મદદ કરવા માટે સરહદો પાર તેનો ઉપયોગ ચાલુ કરવા માટેની મથામણ કરે છે.
ભારત સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષાના વિચારણાઓ પછી Alipay ને મંજૂરી આપવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. “Alipay ના મૂળ ચીનમાં હોવાથી ભૌગોલિક રાજકીય સ્થિતિ અથવા દેશના ડિજિટલ માળખા અને ડેટાને સુરક્ષિત કરવાના સંદર્ભમાં સંવેદનશીલતાઓ સામેલ છે,” એક સ્ત્રોતે જણાવ્યું હતું.
2020 માં સરહદી અવરોધ પછી ભારતે ચીની રોકાણકારો પર કડક રોકાણ નિયમો લાદ્યા હતા, અને તે હજુ પણ અમલમાં છે. સરહદી અવરોધ પછી તણાવપૂર્ણ સંબંધોએ મૂડી, ટેકનોલોજી અને પ્રતિભાના વિનિમયને ધીમો પાડ્યો હતો. ભારતે ચીન સ્થિત કંપનીઓ અથવા ચીન સાથે જોડાયેલી માલિકી ધરાવતી કંપનીઓ દ્વારા રોકાણોની તપાસ કડક કરી, જેના કારણે ઇલેક્ટ્રિક કાર સાહસમાં ઇઢઉ ના પ્રસ્તાવિત 1 બિલિયન રોકાણ સહિતના સોદા અટકી ગયા હતાં. ગયા ઓક્ટોબરમાં, ભારતે પાંચ વર્ષના વિરામ પછી ચીન માટે સીધી વ્યાપારી ફ્લાઇટ્સ ફરી શરૂૂ કરી, અને ચીની વ્યાવસાયિકો માટે વિઝા નિયમો હળવા કર્યા.
