બેંગલુરુની બહારના એક સ્ટુડિયોમાં મેટરનિટી ફોટોશૂટ દરમિયાન ત્રણ વર્ષનો છોકરો કૃત્રિમ તળાવમાં ડૂબી ગયો, પોલીસે રવિવારે જણાવ્યું. બાળકની માતા પુત્રને વિસરીને સખીના ફોટો શુટમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. શનિવારે બપોરે છોકરો તેની માતા સાથે મદનાયકાનાહલ્લી નજીક ગિડન હલ્લીમાં શાયર સ્ટુડિયોમાં તેના મિત્રના મેટરનિટી ફોટોશૂટ માટે ગયો હતો. જ્યારે માતા તેના મિત્રના ફોટોશૂટમાં વ્યસ્ત હતી, ત્યારે બાળક કોઈનું ધ્યાન ગયું નહીં.
લગભગ 15-20 મિનિટ પછી, તેણીને ખ્યાલ આવ્યો કે તે ગુમ છે, અને શોધખોળ શરૂૂ કરવામાં આવી. “છોકરો સ્ટુડિયોની અંદર એક કૃત્રિમ તળાવમાં મળી આવ્યો હતો, જે ફોટોશૂટ માટે ખોદવામાં આવ્યો હતો. બાદમાં તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો,” એક પોલીસ તપાસકર્તાએ ઉઇંને જણાવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરાના પિતા એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને હાલમાં કામના સ્થળે યુનાઇટેડ સ્ટેટ્સમાં છે. આ ઘટના માટે પોતાને દોષિત માનતી માતા પોતાની સખીને ભેટીને ઘટના સ્થળે જ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. બાદમાં મૃત બાળકનાં પોસ્ટ મોર્ટમ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
