નોએડા ફિલ્મ સિટીમાં શૂટ થનારી પ્રથમ ફિલ્મ બનશે ‘મોમ 2’

ફિલ્મમેકર બોની કપૂરે ફિલ્મ ’મોમ 2’ને લઈને મોટી અપડેટ આપી છે. 2017માં રિલીઝ થયેલી શ્રીદેવી અભિનીત ફિલ્મ ’મોમ’ બોક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી અને…

ફિલ્મમેકર બોની કપૂરે ફિલ્મ ’મોમ 2’ને લઈને મોટી અપડેટ આપી છે. 2017માં રિલીઝ થયેલી શ્રીદેવી અભિનીત ફિલ્મ ’મોમ’ બોક્સ-ઑફિસ પર ખૂબ હિટ રહી હતી અને હવે બોનીએ એની સીક્વલ વિશે મહત્ત્વની માહિતી આપી છે. બોનીએ જણાવ્યું છે કે સીક્વલનું નિર્માણકાર્ય પહેલેથી જ શરૂૂ થઈ ચૂક્યું છે અને એ ગ્રેટર નોએડા પાસે યમુના એક્સપ્રેસવે કિનારે વિકસાવવામાં આવી રહેલી નવી ઇન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં શૂટ થનારો પ્રથમ પ્રોજેક્ટ બનશે.

નવા પ્રોજેક્ટ વિશે માહિતી આપતાં બોનીએ કહ્યું હતું કે ”મોમ 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. એના ડિરેક્ટર ’મોમ’ની સ્ટોરી લખનાર ગિરીશ કોહલી છે. અમારી ટીમમાં અલગ-અલગ જગ્યાઓના ટેક્નિશિયન સામેલ છે. અમારી સાથે બંગાળના અભિનેતા જીશુ પણ છે. સાથે જ ટીવી અને ફિલ્મોની જાણીતી ઍક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ આ ફિલ્મમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *