PM તરીકે મોદીનો રેકોર્ડ, કોંગ્રેસે દૂધમાંથી પોરા કાઢ્યા

નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ…

નરેન્દ્ર મોદીએ દેશમાં ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે દેશમાં સૌથી લાંબો સમય સત્તા પર રહેવાનો જવાહરલાલ નહેરુનો રેકોર્ડ અંતે તોડી નાંખ્યો. મોદીએ 26 મે 2014ના રોજ પહેલી વાર વડા પ્રધાનપદના શપથ લીધા હતા તેથી બુધવારે તેમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા. નહેરુ ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સળંગ 4398 દિવસ ગાદી પર રહેલા તેથી મોદી તેમને ઓવરટેક કરીને આગળ નિકળી ગયા છે. મોદીની સિદ્ધિ મોટી છે કેમ કે ભારત જેવા વિશાળ દેશમાં સળંગ 12 વર્ષ સુધી વડા પ્રધાનપદે રહેવું બહુ મુશ્કેલ છે. ભારતના ઈતિહાસમાં નહેરુ પછી મોદી જ એવા વડા પ્રધાન છે કે જે સળંગ ત્રણ ટર્મ માટે વડા પ્રધાન બન્યા હોય.

ઈન્દિરા 15 વર્ષ વડાં પ્રધાનપદે રહ્યાં પણ એ પણ સળંગ ત્રણ ટર્મ માટે તો ચૂંટાયાં નહોતાં. મોદીની સિદ્ધિની ભાજપ જોશભેર ઉજવણી કરી રહ્યો છે ને દેશભરમાં મોદીના લાંબા આયુષ્ય માટે એનડીએ-ભાજપના નેતા, સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ અને કાર્યકરો પણ મંદિરોમાં પૂજા કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે અવળવાણી ઉચ્ચારી છે અને દૂધમાંથી પોરા કાઢીને વાહિયાત વાતો કરી હોવાની ડંફાશ મારી રહ્યા છે પણ વાસ્તવમાં આવો કોઈ રેકોર્ડ જ નથી એ જોતાં આ સ્વયંઘોષિત અને શંકાસ્પદ રીતે ઠોકી બેસાડાયેલી સિદ્ધિ છે. મોદી સરકાર આર્થિક મોરચે નિષ્ફળ છે પણ જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની નાબૂદી સહિતના ઘણા નિર્ભિક રાજકીય નિર્ણયો લીધા છે તેમાં બેમત નથી. કોંગ્રેસે મુસ્લિમ તુષ્ટિકરણના ભાગરૂૂપે ટ્રિપલ તલાક જેવા મુસ્લિમ સ્ત્રીઓને હવસનું રમકડું બનાવી દેતી બકવાસ પ્રથાઓ સામે આંખ આડા કાન કરેલા. મોદી સરકારે આ પ્રથાને નાબૂદ કરતો કાયદો બનાવીને મુસ્લિમ સ્ત્રીઓ પણ આ દેશમાં સમાન અધિકારો ભોગવે છે તેનો અહેસાસ કરાવીને બહુ મોટું કામ કર્યું છે.

મોદીના શાસનમાં સામાન્ય લોકોને ફાયદો કરાવે એવી આયુષ્યમાન ભારત સહિતની સંખ્યાબંધ કલ્યાણ યોજનાઓ અમલી બની છે. મધ્યમ વર્ગને ઘરનું ઘર બનાવવામાં મદદ માટે વ્યાજ સબસિડી અને ખુલ્લામાં શૌચ બંધ કરાવવા માટે ઘરે શૌચલયો માટે સહાય આપવા સહિતના મહત્ત્વના નિર્ણયો પણ સળંગ 4399 દિવસ વડા પ્રધાનપદે રહેવાના કાર્યકાળ દરમિયાન લેવાયા જ છે. મોદી સરકાર જે કંઈ કરે એ સાચું જ કરે ને સારું જ કરે એવા ડાબલા ચડાવીને ગમારની જેમ વખાણ કર્યા કરવાની અંધભક્તિ લોકશાહીમાં ના ચાલે. મોદી સરકારની ખોટી નીતિ કે કોઈ ખોટા નિર્ણયની ટીકા કરો તેમાં કંઈ ખોટું નથી. લોકશાહી દેશમાં સૌને એ અધિકાર છે. કોંગ્રેસ તો દેશનો મુખ્ય વિપક્ષ છે તેથી કોંગ્રેસ પણ એવી ટીકા કરી શકે પણ ટીકા પણ હકારાત્મક હોવી જોઈએ. બાકી મોદી કે ભાજપ કંઈ પણ કરે કે કહે તેનો વિરોધ કરવા કૂદી પડો તેમાં ભૂંડા લાગો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *