ઝૂંપડુ સળગી જતાં ગુમસુમ રહેતા યુવાનનો ઝેર પી આપઘાત

ગુજરાત મિરર, રાજકોટ,તા.17 ઉપલેટામાં રસુલપરા વિસ્તારમાં રહેતાં રાજુ મધુભાઈ મકવાણા (ઉ.45) નામના યુવાને ગત તા.15ના રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે…

ગુજરાત મિરર, રાજકોટ,તા.17
ઉપલેટામાં રસુલપરા વિસ્તારમાં રહેતાં રાજુ મધુભાઈ મકવાણા (ઉ.45) નામના યુવાને ગત તા.15ના રાત્રે પોતાના ઘરે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક સાત ભાઈ બે બહેનમાં મોટો અને છુટક મજુરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે.
અગાઉ ચુલાના કારણે તેનું ઝુંપડુ સળગી ગયું હોય ત્યારથી તે ગુમસુમ રહેતો હતો.
જેના કારણે માનસિકની દવા ચાલુ હોય જેની વધુ પડતી ટીકડીઓ પી આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *