જલંધરમાં મિલિટરી વિસ્તારમાં એક્ટિવામાં જોરદાર વિસ્ફોટ

કાવતરાની આશંકા, ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય સકંજામાં જલંધરમાં BSF ચોક પાસે આવેલા પંજાબ ફ્રન્ટિયર મુખ્યાલયના ગેટની બહાર એક એક્ટિવા સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે સમગ્ર…

કાવતરાની આશંકા, ફ્લિપકાર્ટનો ડિલીવરી બોય સકંજામાં

જલંધરમાં BSF ચોક પાસે આવેલા પંજાબ ફ્રન્ટિયર મુખ્યાલયના ગેટની બહાર એક એક્ટિવા સ્કૂટરમાં જોરદાર બ્લાસ્ટ થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ધમાકો એટલો તીવ્ર હતો કે પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક પદાર્થના ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટના અંગે જાણ થતાં જ જલંધર કમિશનરેટ પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસે તરત જ કાર્યવાહી કરીને એક્ટિવા ચલાવનાર યુવકને પકડી લીધો છે અને તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ પણ દરેક દિશામાં તપાસ શરૂૂ કરી દીધી છે.

મળતી માહિતી અનુસાર, જલંધરના સંવેદનશીલ મિલિટરી અને સુરક્ષા કેમ્પ વિસ્તારમાં આ ધમાકો થયો હતો.
જે એક્ટિવામાં બ્લાસ્ટ થયો, તે ફ્લિપકાર્ટના એક ડિલિવરી બોયની હોવાનું સામે આવ્યું છે. ધમાકો ત્યારે થયો જ્યારે યુવક પાર્સલ લઈને વિસ્તારમાં જઈ રહ્યો હતો. કારણ કે આ ઘટના BSF હેડક્વાર્ટર પંજાબ ફ્રન્ટિયરના ગેટની બહાર જ બની છે, તેથી સુરક્ષા એજન્સીઓ તેને માત્ર અકસ્માત માનતી નથી.

પોલીસ અને તપાસ એજન્સીઓ હવે આ મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે કે શું આ માત્ર અકસ્માત હતો કે પછી પાછળ કોઈ મોટું કાવતરું છુપાયેલું છે. પકડાયેલા યુવકની ક્રિમિનલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવી રહી છે અને એ પણ તપાસવામાં આવી રહ્યું છે કે પાર્સલમાં શું હતું અને ધમાકો કયા પદાર્થના કારણે થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *