બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી જ્યારથી ભારત આવી છે ત્યારથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ માર્કેટ સુધી મમતા વિશે ઘણી વાતો થઈ રહી છે. આ દરમિયાન હવે ફરી મમતા વિશે સમાચાર આવી રહ્યા છે. જો માહિતીનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા કુલકર્ણી ફરી કિન્નર અખાડાની મહામંડલેશ્વર બની ગઈ છે. હા, મમતાએ બે દિવસ પહેલા આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ હવે તેણે ફરીથી આ પોસ્ટ સ્વીકારી લીધી છે.
બોલિવૂડની પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી ફરી કિન્નર અખાડામાં જોડાઈ છે. તેમણે મહામંડલેશ્વરનું પદ પણ સ્વીકાર્યું છે. તેમને મહામંડલેશ્વર બનાવ્યા બાદ શરૂૂ થયેલા વિવાદને કારણે તેમણે 10 ફેબ્રુઆરીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.
