મલયાલી અભિનેત્રીને ગજરો પહેરી એરપોર્ટ જવાનું મોંઘુ પડયું

મલયાલી અભિનેત્રી નવ્યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્ય લાગતી આ બાબત માટે ઑસ્ટ્રેલિયામાં તેણે એક લાખ રૂૂપિયાનો દંડ…

મલયાલી અભિનેત્રી નવ્યા નાયર ચમેલીના ફૂલનો ગજરો પહેરીને ઍર ટ્રાવેલ કરી રહી હતી. એકદમ સામાન્ય લાગતી આ બાબત માટે ઑસ્ટ્રેલિયામાં તેણે એક લાખ રૂૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. નવ્યા અસોસિએશન ઑફ વિક્ટોરિયા દ્વારા આયોજિત ઓણમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઑસ્ટ્રેલિયા જઈ રહી હતી. ટ્રેડિશનલ કાર્યક્રમ હોવાથી તે પરંપરાગત સાડી અને માથે લાંબો ગજરો પહેરીને ગઈ હતી.

જોકે મેલબર્ન ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર તેને ગજરાને કારણે રોકવામાં આવી અને 15 સેન્ટિમીટર લાંબા ફૂલોના ગજરા માટે એક લાખ રૂૂપિયાનો દંડ કર્યો હતો. નવ્યા કહે છે, હું અહીં આવવા નીકળી ત્યારે મારા પપ્પાએ મને ચમેલીનો ગજરો ખરીદી આપ્યો હતો. તેમણે એને બે ભાગમાં કાપીને મને આપ્યો. એક મેં પહેરી લીધો અને બીજો હેન્ડબેગમાં રાખ્યો જેથી આગળ પહોંચ્યા પછી હું એ બદલી શકું. મને ખબર નહોતી કે ફૂલોનો ગજરો રાખવો ગેરકાનૂની છે. આ માટે તેણે 1980 ઑસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 1.1 લાખ રૂૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *