ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી દુર્ઘટના: શિવ મહાપુરાણ કથામાં નાસભાગ થતાં અનેક મહિલાઓ કચડાઈ

ઉત્તર પ્રદેશના મેરઠમાં નાસભાગની ઘટના સામે આવી છે. મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન મેરઠમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ…

ઉત્તર પ્રદેશના મેરઠમાં નાસભાગની ઘટના સામે આવી છે. મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન મેરઠમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ચાર મહિલાઓ ઘાયલ થઈ હોવાની માહિતી મળી રહી છે. પરતાપુરના મેદાનમાં શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. આ દરમિયાન નાસભાગ મચી હતી. પંડિત પ્રદીપ મિશ્રાની કથાનો આજે છઠ્ઠો દિવસ હતો. ઘટનાસ્થળે હાજર પોલીસ બચાવ કાર્યમાં લાગેલી છે. કહેવામાં આવી રહ્યું છે કે કથા સાંભળવા માટે એક લાખથી વધુ લોકો મેરઠ પહોંચ્યા હતા. આવતીકાલે કથાનો છેલ્લો દિવસ છે.

મળતી માહિતી મુજબ કથા સાંભળવા મહિલાઓ અને વડીલો આવ્યા હતા. આ દરમિયાન બાઉન્સરોએ તેને એન્ટ્રી ગેટ પર રોક્યા હતો. આ પછી ભીડમાં ધક્કા-મુક્કી શરૂ થઈ ગઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. આ કથા સાંભળવા માટે ઘણા VVIP પણ મેરઠ પહોંચયા હતાં. આ કથાનું આયોજન મેરઠના શતાબ્દીનગરમાં કરવામાં આવી રહ્યું છે.

નાસભાગ બાદ ઘટનાસ્થળે અરાજકતાનો માહોલ છે. પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ છે. અધિકારીઓએ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. શાંતિ જાળવી રાખો. નાસભાગ બાદ આયોજકો પણ ભીડને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા.

શતાબ્દીનગરમાં શ્રી કેદારેશ્વર સેવા સમિતિ દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા 15મી ડિસેમ્બરથી ચાલી રહી છે. કથા બપોરે 1 વાગ્યે શરૂ થાય છે અને 4 વાગ્યા સુધી ચાલે છે. દરરોજ લાખો ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે. આયોજકો દ્વારા વાહનો પાર્ક કરવા માટે 7 પાર્કિંગ લોટ બનાવવામાં આવ્યા છે. તે જ સમયે, લગભગ 1000 પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત છે.

આયોજકોના જણાવ્યા મુજબ એસએસપી ડો.વિપિન ટાડા તમામ વ્યવસ્થા જોઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે સ્વચ્છ પાણી, ભોજન અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, કથા પંડાલ અને આસપાસના વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. કથાના કારણે ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *