સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ₹3,000 સસ્તું થયું ગોલ્ડ, ચાંદીમાં પણ ₹6,000નો ઘટાડો

  સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો બોલાયો છે. આજે વાયદા બજાર એટલે કે MCX ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો…

 

સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર મોટો કડાકો બોલાયો છે. આજે વાયદા બજાર એટલે કે MCX ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. એક તરફ ચાંદીના ભાવમાં એક જ ઝાટકે 6000 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, તો બીજી તરફ સોનાના ભાવમાં પણ 3000 ઘટાડો થયો છે.

આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ બંને કિંમતી ધાતુઓના ભાવ ગગડી ગયા હતા. ચાંદીના ભાવમાં 6000નો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો—જેમાં 24-કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ દીઠ 3000 ઘટ્યા હતા.

વાયદા બજારમાં ચાંદીનો ભાવ ઘટીને 1 લાખ 63 હજાર 400 રૂપિયા પર પહોંચ્યો હતો, જ્યારે સોનાનો ભાવ ઘટીને પ્રતિ 10 ગ્રામે 1 લાખ 31 હજાર 180 રૂપિયા નોંધાયો હતો.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીમાં નરમાઈ જોવા મળી હતી. સોનાના ભાવમાં 65 ડોલરનો ઘટાડો થતાં ભાવ 3,788 ડોલર પર પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો ભાવ 46 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.

સોના-ચાંદી બંનેમાં એકસાથે આવેલા આ મોટા ઘટાડાને પગલે રોકાણકારોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધુ ઘટાડો થાય છે કે ફરી તેજી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *