RBIનો મોટો નિર્ણય: રેપો રેટમાં 0.25%નો વધારો કરી 5.50 ટકા કર્યો, લોન મોંઘી થશે

  રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકના અંતે RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો…

 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરવાનો મોટો નિર્ણય લીધો છે. મોનિટરી પોલિસી કમિટીની ત્રણ દિવસીય બેઠકના અંતે RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. લગભગ સાડા ત્રણ વર્ષ બાદ RBIએ પહેલીવાર રેપો રેટમાં વધારો કર્યો છે.આ વધારા સાથે રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થયો છે.વધતા ફુગાવા, રૂપિયાની નબળાઈ, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધારો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBIના નિર્ણયની સીધી અસર હોમ લોન અને કાર લોન લેનારા ગ્રાહકો પર પડી શકે છે. રેપો રેટ વધતા બેન્કોના લોનના વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે અને તેના કારણે આગામી સમયમાં ગ્રાહકોની EMI વધી શકે છે. બીજી તરફ, વ્યાજદરમાં વધારાથી FDમાં રોકાણ કરનારા ગ્રાહકોને વધુ રિટર્ન મળવાની શક્યતા પણ ઊભી થઈ શકે છે.

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ વૈશ્વિક પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે.ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરની નજીક પહોંચતા વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાનું જોખમ પણ વધી રહ્યું છે. સાથે જ એનર્જી અને ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાની પણ ચિંતા છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ત્રણ MPC બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે વધતા ફુગાવાને જોતા RBIએ વ્યાજદરમાં વધારો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *