સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો!! ₹1105 સસ્તું થયું ગોલ્ડ, ચાંદીમાં પણ ₹5865નો ઘટાડો

  વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે આજે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા હતા. ખાસ કરીને…

 

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે આજે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો છે. વાયદા બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા હતા. ખાસ કરીને ચાંદીમાં 5,865 રૂપિયાનો તો સોનામાં 1,105 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

ચાંદીની વાત કરીએ તો, જૂનો બંધ ભાવ 176309 રૂપિયા હતો, આજે 1,72,400 રૂપિયે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન ભાવ ઘટીને 1,70,444 રૂપિયા સુધી પહોંચ્યો હતો. આમ, ચાંદીમાં કુલ 5,865 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

બીજી તરફ, સોનાનો જૂનો બંધ ભાવ 136705 રૂપિયા હતો, જેની સામે આજે 1,35,853 રૂપિયે ખુલ્યો હતો. કારોબાર દરમિયાન સોનાનો ભાવ 1,35,600 રૂપિયા સુધી ગગડ્યો હતો. આમ, સોનામાં પણ 1,105 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો.

બજારના અહેવાલો મુજબ, અમેરિકામાં ફુગાવા વચ્ચે વ્યાજદરો વધવાના સંકેતો, બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારાની શક્યતા અને વૈશ્વિક અનિશ્ચિતતાને પગલે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ છે. જેના કારણે સોના-ચાંદીના ભાવ પર દબાણ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *