‘મહાવતાર નરસિંહા’ ભારતની સૌથી વધુ કમાણી કરનાર બીજી એનિમેટેડ ફિલ્મ

પૌરાણિક કથા પર આધારિત અશ્વિન કુમારની એનિમેટેડ ફિલ્મ મહાવતાર નરસિંહા બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે, આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે.…

પૌરાણિક કથા પર આધારિત અશ્વિન કુમારની એનિમેટેડ ફિલ્મ મહાવતાર નરસિંહા બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે, આ ફિલ્મ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. 16મા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે ભારતમાં મુફાસા ધ લાયન કિંગના કુલ કલેક્શનને વટાવી દીધું છે.

ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર અને તેમના પરમ ભક્ત પ્રહલાદ પર આધારિત આ ફિલ્મે દર્શકોના હૃદયને સ્પર્શી લીધું હતું. સેકનિલ્કના મતે ફિલ્મે 16માં દિવસે 16.87 કરોડની કમાણી કરી છે અને આ સાથે તેનું ભારતનું નેટ કલેક્શન 142.53 કરોડ થઈ ગયું છે. મેકર્સ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર ફિલ્મે ભારતમાં 150 કરોડનું કલેક્શન કર્યું છે. વર્લ્ડ વાઈલ્ડ કલેક્શનની વાત કરીએ તો મહાવતાર નરસિંહાએ વિશ્વભરમાં 156 કરોડનો બિઝનેસ કર્યો છે. સૈય્યારા, સન ઓફ સરદાર 2 અને ધડક 2 જેવી મોટી ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ હોવા છતાં આ ફિલ્મે આ સફળતા મેળવી છે.

અત્યાર સુધી લાયન કિંગ ભારતીય બજારમાં બીજા ક્રમની સૌથી વધુ કમાણી કરતી એનિમેટેડ ફિલ્મ હતી અને હવે મહાવતાર નરસિંહાએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે મહાવતાર નરસિંહાએ નંબર 1 સ્થાન મેળવવા પર નજર રાખી છે જે તે ટૂંક સમયમાં પ્રાપ્ત કરી શકે છે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ ભારતમાં મુફાસા ધ લાયન કિંગનું કુલ કલેક્શન 132.60 કરોડ હતું અને આ સાથે તે ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ફિલ્મ હતી. પરંતુ હવે આ રેકોર્ડ મહાવતાર નરસિંહાના નામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *