મધુર ભંડારકર કરશે સેલિબ્રિટીઓની પત્નીઓના જીવનની હકીકતનો પર્દાફાશ

‘ધ વાઇવ્સ’ ફિલ્મનું શૂટિંગ શરૂ, મૌની રોય, રાહુલ ભટ્ટ જેવા કલાકારો   ફેશન અને ગ્લેમર-ઇન્ડસ્ટ્રી પાછળની વાસ્તવિક વાર્તાઓ દર્શાવનાર ફિલ્મમેકર મધુર ભંડારકર હવે ધ વાઇવ્સ…

‘ધ વાઇવ્સ’ ફિલ્મનું શૂટિંગ શરૂ, મૌની રોય, રાહુલ ભટ્ટ જેવા કલાકારો

 

ફેશન અને ગ્લેમર-ઇન્ડસ્ટ્રી પાછળની વાસ્તવિક વાર્તાઓ દર્શાવનાર ફિલ્મમેકર મધુર ભંડારકર હવે ધ વાઇવ્સ નામની એક નવી ફિલ્મ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મમાં તે બોલીવુડ સેલિબ્રિટીઓની પત્નીઓની વાર્તાઓ દર્શાવવાનો પ્રયાસ કરશે. તેની આ ફિલ્મ બોલીવુડની સૌથી ગ્લેમરસ મહિલાઓની પાછળ છુપાયેલી હકીકતનો પર્દાફાશ કરશે અને આ ફિલ્મનું શૂટિંગ શરૂૂ થઈ ગયું છે. આ ફિલ્મની જાહેરાત નિર્માતાઓએ વર્ષની શરૂૂઆતમાં કરી હતી. ધ વાઇવ્સમાં સોનાલી કુલકર્ણી, મૌની રોય, રેજિના કેસેન્ડ્રા, રાહુલ ભટ્ટ, સૌરભ સચદેવ, અર્જન બાજવા અને ફ્રેડી દારૂૂવાલા જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.

મધુર ભંડારકરે અગાઉ ફેશન, ચાંદની બાર, હિરોઇન અને પેજ 3 જેવી ફિલ્મોમાં વિવિધ ઇન્ડસ્ટ્રીઓની ચમક પાછળની દુનિયા દર્શાવી છે. હવે તે બોલીવુડની સ્ટાર પત્નીઓની ચમકદાર દુનિયા પાછળની વાર્તા લઈને આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *