રાષ્ટ્રીય
લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી એક વખત બગડી છે. તેમને આજે એટલે કે શનિવારે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એપોલોના સૂત્રોના જણાવ્યા અનુસાર તેમની હાલત હાલ સ્થિર છે. મેડિકલ બુલેટિન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ પહેલા તેમને 3 જુલાઈએ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા 26 જૂને તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુરોલોજી વિભાગના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. બીજા દિવસે તેની નાની સર્જરી કરવામાં આવી. થોડા સમય બાદ તેને રજા આપવામાં આવી હતી.
લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યના કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 માર્ચે તેમના નિવાસસ્થાને ગયા હતા અને તેમને ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.
ગુજરાત
9%થી વધુ વિકાસ દર નોંધાવનારા 17 રાજ્યોમાં ગુજરાત સામેલ
ગુજરાત-મહારાષ્ટ્ર-કર્ણાટકે ટેક્નિકલ અને ઓદ્યોગીક વિકાસમાં મેદાન માર્યું, કેરળ-રાજસ્થાન-ગોવા પ્રવાસન ક્ષેત્રે આગળ
‘બીજા કવાર્ટરમાં દેશનો વિકાસ દર 5.4% રહ્યો, પણ 25 રાજ્યોનો દેખાવ ખૂબ સારો’
બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી ભલે ઘટીને 5.4 ટકા થઈ ગઈ હોય પરંતુ કોવિડ 19 બાદ ગુજરાત સહીત દેશના 17 રાજ્યોએ 9 ટકાનો વિકાસ દર હાંસીલ કર્યો છે. ગુજરાતે કર્ણાટક અને મહારાષ્ટ્રની સાથે ટેકનીકલ તથા ઔદ્યોગીક વિકાસમાં 9 ટકાથી વધુ ગ્રોથ હાંસલ કર્યો છે. રાજય સરકારના વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં ઔદ્યોગીક ક્ષેત્રે રોકાણ વધતા દેશના જીડીપીમાં ગુજરાતે મહત્વનું યોગદાન આપ્યું છે.
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ, 25 રાજ્યોએ નાણાકીય વર્ષ 2021-22 અને 2022-23 દરમિયાન તેમના ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં 7 ટકાથી વધુ વૃદ્ધિ કરી છે. આ રિપોર્ટમાં જણાવાયુ છે કે તેમાંથી 17 રાજ્યોએ 9 ટકાના વિકાસ દરને પાર કરી લીધો છે. જેમાં ગુજરાત, કેરળ, તેલંગાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ મુજબ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ કૃષિ ઉત્પાદનમાં અગ્રણી છે. તો છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ઓડિશાએ ખનિજ સંપત્તિનો ઉપયોગ કરીને ઔદ્યોગિક પ્રગતિ કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકે ટેકનિકલ અને ઔદ્યોગિક વિકાસમાં સારો દેખાવ કર્યો છે. કેરળ, રાજસ્થાન અને ગોવા જેવા પ્રવાસન રાજ્યોએ ભારતના સાંસ્કૃતિક વારસાનો લાભ લીધો છે, જેના કારણે વિદેશી હૂંડિયામણ વધ્યું છે.
તમિલનાડુ અને આંધ્ર પ્રદેશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સારી એવી પ્રગતિ કરી છે. જ્યારે રાજસ્થાન અને ગુજરાતે પુન:પ્રાપ્ય ઉર્જામાં સારો એવો વિકાસ કર્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં કનેક્ટિવિટી સુધારે આ પ્રદેશોને વેપાર અને પર્યટનના હબમાં પરિવર્તિત કર્યા છે. કેરળ અને તમિલનાડુએ શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં નવાચાર લાવીને માનવ વિકાસ સૂચકાંકમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ, પંજાબમાં ઙઈંઝઊડ ટ્રેડ ફેર અને તેલંગાણામાં આઈટી કોરિડોર જેવી પહેલોએ વિદેશી રોકાણકારોને આકર્ષ્યા છે.
હવે ફિચે પણ વિકાસ દરનો અંદાજ ઘટાડયો
એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) પછી, ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને ઘટાડીને 6.4 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ અગાઉ દેશની અર્થવ્યવસ્થા 7.0 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો. ગયા અઠવાડિયે મોનેટરી પોલિસી કમિટીની સમીક્ષા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેની વૃદ્ધિ અનુમાન 7.2 ટકાથી ઘટાડીને 6.6 ટકા કર્યા પછી, શુક્રવારે ફિચ રેટિંગ્સે આ સુધારો કર્યો હતો. એજન્સીએ તેના તાજેતરના અંદાજમાં જણાવ્યું છે કે ભારતનો જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.4 ટકા અને નાણાકીય વર્ષ 2025-26માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, જે નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા વૃદ્ધિ દર કરતાં ધીમી રહેશે .
રાષ્ટ્રીય
શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં
શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની ક્રીમ અને તેલનો ઉપયોગ કરે છે. પરંતુ આ પછી પણ વ્યક્તિ શુષ્ક ત્વચાથી છુટકારો મેળવી શકતી નથી. સામાન્ય રીતે લોકો ઠંડીની સિઝનમાં ઓછું પાણી પીવે છે. જેના કારણે શરીર ઘણીવાર ડીહાઈડ્રેશનના ભયનો શિકાર બની જાય છે. શિયાળાની ઋતુ સ્વાસ્થ્ય માટે બહુ સારી ગણાય છે. પરંતુ આ મોસમમાંય વાળ અને ત્વચાની ખાસ માવજત તો લેવી જ પડે. અન્યથા ઠંડી વધે તેમ સમસ્યા પણ વધતી જાય છે. અહીં શિયાળામાં અનુસરવા યોગ્ય કેટલીક મહત્ત્વની ટીપ્સ આપી છે.
- મોટા ભાગના લોકોમાં એવી ગેરસમજ પ્રવર્તે છે કે શિયાળામાં પાણી ઓછું પીવાય છે અને તરસ ઓછી લાગે છે. શિયાળામાં કદાચ એવુંય જણાય કે પાણીની આવશ્યકતા નથી, પણ એ આપણી ભૂલ છે. પાણી ઓછું પીવાને કારણે આપણી ત્વચા સૂકી થવા લાગે છે. આપણા રકતના બંધારણમાં 3/4 હિસ્સો પાણીનો હોય છેે એ હકીકત યાદ છે ને? તમે પૂરતું પાણી ન પી શકતા હો તો તેનો વિકલ્પ પણ છે ત્વચાની રુક્ષતા અટકાવવા માટે નાળિયેરનું પાણી, ગરમ સૂપ, તાજાં ફળોનો રસ, લીંબુ, મધ – તુલસીનું પ્રવાહી મિશ્રણ, બે-ત્રણ મગ જેટલી હર્બલ ચા અથવા કોફી પી શકો.
- ઘીમાં પણ હળદળ ભેળવી તેની તરડાઇ ગયેલી કે ફાટેલી ત્વચા પર લગાવો અને આ તેલ 15 મિનિટ સુધી લગાવી, નીકાળતા પહેલા 5 મિનિટ હળવા હાથે મસાજ કરી લો. તે પછી કોટનથી ચહેરો સાફ કરો. અને ગુલાબજળ ચહેરા પર લગાવો અને 2 મિનિટ પછી પાણીથી ચહેરો સાફ કરી દો. જે બાદ પણ તમને તમારા મનગમતો ક્રીમ ચહેરા પર અવશ્ય લગાવજો. આનાથી ફાટેલી ચામડીમાં રાહત રહેશે.
- શિયાળામાં સ્વસ્થ ત્વચા માટે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો. તે તમને ત્વચાની શુષ્કતાથી બચાવવાનું કામ કરે છે. તમારી ત્વચાને અનુકૂળ હોય તેવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. ઘણીવાર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા મોઇશ્ચરાઇઝર્સમાં તેલ હોય છે. કારણ કે આ પ્રકારનું મોઈશ્ચરાઈઝર તમામ પ્રકારની ત્વચાને અનુકૂળ આવે છે. તેમાં હાઇડ્રેટિંગ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે.
- પૌષ્ટિક આહાર
સ્વસ્થ આહાર લેવો એ ત્વચાને સ્વસ્થ રાખવાની એક શ્રેષ્ઠ રીત છે. તમે આહારમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરી શકો છો. મોસમી ફળો અને શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ અને ચેતનવંતી બનાવે છે. - ત્વચાને સ્વસ્થ રાખવા માટે એકલા બ્યુટી પ્રોડક્ટ્સ પૂરતા નથી. આવી સ્થિતિમાં નિયમિત કસરત કે યોગના આસનો કરવા પણ જરૂૂરી છે. તે રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. ત્વચાને કોઈપણ નુકસાન વિના ચમકદાર અને સુંદર બનાવવા માટે નિયમિતપણે કસરત કરવી ખૂબ જ જરૂૂરી છે.
- ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં
શિયાળામાં ગરમ પાણીથી નહાવાથી શરીરને ઘણો આરામ મળે છે. પરંતુ ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ ત્વચાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે ત્વચા ખૂબ જ શુષ્ક દેખાવા લાગે છે. તેથી, ત્વચા માટે ગરમ પાણીનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જરૂૂરી છે. - ઠંડીના કારણે ત્વચા તરડાઇ ગઇ છે. લાલ ચકામા પડી ગયા છે અને ગાલ ફાટી ગયા છે. તો આ માટે અક્સીર ઉપાય રહેશે આ બે વસ્તુ. સૌથી પહેલા તો એરંડિયાના તેલમાં ચમટી હળદર નાંખો અને તેને જ્યાં ત્વચા ફાટી ગઇ હોય ત્યાં થોડી વાર મસાજ કરો. પછી ઓછામાં ઓછી 15 મિનિટ આ તેલને ચહેરા પર રહેવા દો. પછી સાદા કોટન અને ગુલાબજળથી ચહેરો સાફ કરી દો. અને હુફાળા પાણીનો પણ તે પછી ઉપયોગ કરી શકો છો
ઘરગથ્થુ ઉપાયો થી ત્વચાની સંભાળ
નારિયેળ તેલ: રાત્રે સુતા પહેલા નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાને પોષણ મળે છે.
મધ અને દૂધનો પેક: ત્વચાને ભેજ આપીને તેને નમ રાખે છે.
ગુલાબજળ: ટોનર તરીકે ઉપયોગ કરીને ત્વચાને તાજગી આપવામાં આવે છે.
શિયાળામાં ત્વચાની સંભાળ રાખવાથી ત્વચાને શુષ્ક અને બેજાન થવાથી બચાવી શકાય છે. યોગ્ય આદતો અને સંભાળથી તમે શિયાળામાં પણ તમારી ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી રાખી શકો છો. તમારી ત્વચા તમારી સુંદરતાનું પ્રતિબિંબ છે, તેની સંભાળ લેવાનું ભૂલશો નહીં.
રાષ્ટ્રીય
‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાત
ઉત્તર ભારતમાં જો ઘરમાં કોઈ પ્રસંગ હોય અને ફુવા લોકો નારાજ થઈ જાય તો પ્રસંગમાં રંગમાં ભંગ પડી જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. પણ દક્ષિણ ભારતમાં કોઈ ઘરમાં આ પહેલો એવો કિસ્સો છે.
અહીં ફુવા છે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને જાન નીકળી રહી છે ભત્રીજા અલ્લૂ અર્જુનની સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અલ્લુ અર્જુને ફુવા થાય છે અને પવન કલ્યાણ ચિરંજીવીના ભાઈ છે.
જી હા, અલ્લૂ અર્જુન જો પોતાના ફુવાના ભાઈ પવન કલ્યાણ સામે ઝુકી ગયા હોત તો તેમના સમર્થકો કહે છે કે આ નૌબત ન આવતી. ઉલ્ટા તેમણે ગુરુવારે દિલ્હી જઈને રાજકીય માહોલ ચગાવવાની કોશિશ કરી અને આ મામલો વધારે બગડી ગયો.
હૈદરાબાદના સંધ્યા સિનેમાઘરમાં ફિલ્મ પુષ્પા 2‘ની રિલીઝની પૂર્વસંધ્યા પર અભિનેતા અલ્લુ અર્જુન પોતાના સુરક્ષાકર્મીઓ સાથે અચાનક પોલીસને સૂચના આપ્યા વિના પહોંચી ગયા હતા. ત્યાં તેમની ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું હતું. અલ્લુ અર્જુન સાથે સેંકડો પ્રશંસકોની ભીડ સિનેમાઘરમાં ઘૂસી અને આ ભાગદોડમાં રેવતી નામની મહિલા પ્રશંસકનું મોત થઈ ગયું. રેવતીના દીકરાની સારવાર ચાલી રહી છે. હૈદરાબાદમાં તેલંગાણાની પોલીસ કામ કરે છે અને રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની અલ્લૂ અને કોનિડેલા ફેમિલી સાથેના સંબંધો કેવા છે આખી દુનિયા જાણે છે. પણ આ બધાથી ઈતર એક રાજકીય ચક્ર અલ્લુ અર્જુન ને પોતાના પરિવારમાં પણ નડી રહ્યું છે. હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અલ્લુ અર્જુનને પોતાના ફુવા પવન કલ્યાણનું સમર્થન કરવાની જગ્યાએ તેમની વિરોધી પાર્ટી વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા શિલ્પા રવિ રેડ્ડી સાથે ઊભા રહ્યા હતા. અલ્લુ અર્જુન વિરુદ્ધ એક કેસ ત્યારે પણ હતો, પણ તેમણે તેને ગંભીરતાથી લીધો નહીં. જોકે પોતાના ફુવા પવન કલ્યાણની જીત પર અલ્લુ અર્જુને તેમને શુભકામના આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કર્યું હતું, પણ સૂત્ર જણાવે છે કે નવો કેસ નોંધાયા બાદ તેમણે એક પણ વાર આ કેસને લઈને મદદ માગી નથી. અલ્લૂને વિશ્વાસ હતો કે, હાઈકોર્ટમાં આ કેસ રદ થઈ જશે. અહીં ઉલ્લેખનીય છે કે, અલ્લુ અર્જુનની ફુઈ સુરેખાના લગ્ન પવન કલ્યાણના સગા ભાઈ ચિરંજીવી સાથે થયા છે.
સૂત્રો તો એવું પણ જણાવે છે કે, પોલીસ આ મામલામાં હાઈકોર્ટના આદેશ આવવાની રાહ જોઈ રહી હતી પણ ગુરુવારે અલ્લુ અર્જુને દિલ્હી જવા પર જે રીતે રાજકીય સંકેત આપ્યા, તેમણે અહીં તેલંગાણાના રાજકીય નેતાઓના કાન ઊભા કરી દીધા. અલ્લુ અર્જુનને પણ પોતાની ભૂલનો અનુભવ હૈદરાબાદ પહોંચતા જ થઈ ગયો હતો અને તેમના તરફથી તેને લઈને રીતસરનું સ્પષ્ટીકરણ પણ જાહેર કર્યું પણ ત્યાં સુધીમાં તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું.
-
કચ્છ20 hours ago
ભરૂચના ઝઘડિયાની GIDCમાં બ્રિટાનિયા કંપનીમાં વિકરાળ આગ
-
ગુજરાત20 hours ago
ભૂમાફિયા બેફામ, 19 એકર સરકારી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા
-
ગુજરાત20 hours ago
મુખ્યમંત્રીના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
-
ગુજરાત20 hours ago
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
-
ક્રાઇમ20 hours ago
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
-
ગુજરાત20 hours ago
રાજકોટ શહેરમાં ભાજપ અને આપના 60થી વધારેે કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
-
રાષ્ટ્રીય20 hours ago
સેન્સેક્સમાં 1207 પોઇન્ટના ઘટાડા બાદ 2036 આંકની તુફાની તેજી
-
ક્રાઇમ21 hours ago
ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાત