મહારાષ્ટ્ર મહાપાલિકાઓના ચૂંટણી પરિણામોનો બોધપાઠ: ભાજપે સૌને હાંસિયામાં ધકેલી દીધા

નગર પંચાયતો અને નગર પરિષદો પછી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભાજપનો જયજયકાર થઈ ગયો. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની…

નગર પંચાયતો અને નગર પરિષદો પછી મહારાષ્ટ્રમાં મુંબઈ સહિતની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભાજપનો જયજયકાર થઈ ગયો. આ ચૂંટણીમાં સૌથી મહત્ત્વની બૂહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી હતી. 227 બેઠકો ધરાવતી બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાએ સ્પષ્ટ બહુમતી મેળવીને શિવસેનાના વરસોના એકચક્રી શાસનનો અંત આણ્યો છે. ભાજપ-શિંદેને રોકવા માટે ઉદ્ધવ ઠાકરેએ પોતાના પિતરાઈ રાજ ઠાકરે સાથે જોડાણ કરેલું પણ બે ઠાકરે ભેગા થઈને પણ ભાજપના વિજયરથને રોકી શક્યા નથી. અલબત ઉદ્ધવની શિવસેના અને રાજ ઠાકરેની મનસેએ ઓપિનિયન અને એક્ઝિટ પોલમાં આગાહીઓ થયેલી તેના કરતાં વધારે ફાઈટ આપીને લગભગ 75 બેઠક જીતી છે.ભાજપે સારો દેખાવ કર્યો છે તેનો ઈનકાર ના કરી શકાય પણ આ દેખાવ એવો જબરદસ્ત પણ નથી કે ઓળઘોળ થઈ જવાય.

વાસ્તવમાં ભાજ5 115 બેઠક જીતીને એકલા હાથે સત્તા હાંસલ કરશે એવી અપેક્ષા રખાતી હતી પણ ભાજપ આ અપેક્ષા પૂરી કરવામાં ઊણો ઊતર્યો છે. અલબત્ત ભાજપ એ રીતે મોટા ફાયદામાં છે કે, હવે ભાજપ પાસે સત્તા આવશે અને શિવસેનાના પડછાયામાંથી બહાર આવીને ભાજપ પોતાનો મેયર બેસાડી શકશે. ભાજપે 2017ની સરખામણીમાં પણ બહુ જબરદસ્ત દેખાવ કર્યો નથી છતાં તેના હાથમાં સત્તા આવે એ મોટો ફાયદો કહેવાય જ.ભાજપે 2017માં 82 બેઠક જીતેલી જ્યારે આ વખતે 90 બેઠક જીતી છે એ જોતાં ભાજપની બેઠકોમાં 10નો પણ વધારો થયો નથી પણ એ વખતે જોડાણ ટકાવવાની મજબૂરીના કારણે શિવસેનાને મેયરપદ આપી દેવું પડેલું. ઠાકરે બંધુઓના જોડાણ છતાં મુંબઈ ના સચવાયું એ ઠાકરે પરિવાર માટે અંગત રીતે પણ મોટો ફટકો છે. તેમાં પણ રાજ ઠાકરેની મનસેનો દેખાવ તો બહુ વખાણવા જેવો નથી જ કેમ કે મનસેએ ગણીને 7 બેઠક જ જીતી છે. અલબત્ત છેલ્લે 2017માં ચૂંટણી થઈ ત્યારે પણ મનસેએ 7 બેઠક જ જીતી હતી તેથી મનસે માટે આ પરિણામો નહીં નફો નહીં નુકસાનનો સોદો સાબિત થયો છે. મનસે ઉદ્ધવની શિવસેનાની સાથે રહી તેમાં મતો ના વહેંચાયા તેનો ફાયદો ઉદ્ધવની પાર્ટીને મળ્યો એવું મનાય છે. શિવસેનામાં ભંગાણ છતાં ઉદ્ધવની પાર્ટીની બેઠકો દસેક જ ઘટી છે.

બાકી રાજ અને ઉદ્ધવ સામસામે હોત તો ઉદ્ધવની શિવસેનાની આટલી બેઠકો ના આવી હોત. મનસે તો કદાચ ખાતું પણ ના ખોલાવી શકી હોત એ જોતાં રાજ ઠાકરેની પાર્ટી માટે તો વકરો એટલો નફો છે. કોંગ્રેસનો દેખાવ એ રીતે શરમજનક કહેવાય પણ કોંગ્રેસને તેની ક્યાં નવાઈ છે ? મહારાષ્ટ્રમાં મુંબઈ સિવાય બીજી 28 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ચૂંટણી હતી ને બધે ભાજપનું રોલર ફરી વળ્યું છે. ભાજપની આંધીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ તો ” ખોવાઈ ગયાં જ છે પણ ભાજપના સાથી અજિત પવાર અને એકનાથ શિંદેની પાર્ટીઓ પણ ઝાંખી પડી ગઈ છે.

ભાજપના સાથી એકનાથ શિંદેની શિવસેનાએ શિંદેના ગઢ મનાતા ” મનાતા ઠાણેમાં ” શિંદેની શિવસેનાનો દબદબો રહ્યો છે પણ એ સિવાય બીજે બધે ભાજપ છવાઈ ગયો છે. તેના કારણે વિપક્ષો તો ચિંતામાં પડયા જ હશે પણ સૌથી વધારે ચિંતા અજિત પવારને થઈ હશે. એકનાથ શિંદે પોતાનો ગઢ સાચવી શક્યા પણ અજિત પવાર તો પોતાના ગઢમાં જ ધબોનારાયણ થઈ ગયા છે તેથી તેમના દાડા ભરાઈ જાય તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *