કુલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ લતીફ બટ ઠાર

કુલગામ આતંકવાદી હુમલાના કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ આતંકવાદી લતીફ બટ…

કુલગામ આતંકવાદી હુમલાના કેસમાં એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં લશ્કર-એ-તૈયબાનો વોન્ટેડ આતંકવાદી લતીફ બટ પણ સામેલ છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 11 નવેમ્બરે સીઆર પીએફ સુરક્ષા ચોકી પર થયેલા હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર મોહમ્મદ લતીફ બટ જવાબદાર હોવાનું ઓળખવામાં આવ્યું હતું. આજે એક અથડામણમાં તે માર્યો ગયો છે.

સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, લતીફ બટ કુલગામ જિલ્લાના ખ્રેવાન ચાદર (નઈ બસ્તી)નો રહેવાસી હતો. તે અગાઉ કોલેજનો વિદ્યાર્થી હતો પરંતુ બાદમાં તેણે અભ્યાસ છોડી દીધો હતો. ત્યારબાદ, તે સ્થાનિક સ્તરે સુથાર (કાર્પેન્ટર) તરીકે કામ કરતો હતો. નવેમ્બર 2025માં તે અચાનક પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને તેના પરિવાર દ્વારા 19 નવેમ્બર, 2025ની આસપાસ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ તે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબામાં જોડાઈ ગયો.

એવું પણ જાણવા મળ્યું છે કે તે અગાઉ જુલાઈ 2026માં શોપિયાંમાં થયેલા એક સુરક્ષા અભિયાન દરમિયાન ભાગી જવામાં સફળ રહ્યો હતો. તે સમયે તે ઝાકિર અહેમદ ગનીના સંપર્કમાં પણ હતો, જે જુલાઈ 2026માં શોપિયાંમાં થયેલી અથડામણમાં માર્યો ગયો હતો. હવે સુરક્ષા દળોએ કુલગામના લારુ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન તેને ઠાર માર્યો છે.

11 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સીઆરપીએફની એક ટુકડી પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મીર બજારના અખાન વિસ્તારમાં બપોરે 2:03 થી 2:15 વાગ્યાની વચ્ચે થયો હતો.
સીસીટીવી ફૂટેજ મુજબ, હુમલાખોર પગપાળા આવ્યો હતો. તેણે બંધ દુકાનોની હારમાળાનો આશરો લીધો હતો અને ચેકપોઈન્ટ પર તૈનાત જવાનો પર લગભગ 50 થી 60 મીટરના અંતરેથી આડેધડ ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સીઆરપીએફના જમ્મુ-કાશ્મીર ઝોનના એડિશનલ ડાયરેક્ટર જનરલ (અઉૠ) સંદીપ ખિરવારે જણાવ્યું હતું કે, ઘાયલ જવાનોની હાલત અત્યારે સ્થિર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *