ક્રેડિટ કાર્ડ બિલની લેટ ચૂકવણી: બેંકો મનમાની કરી શકશે

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. હવેથી, તેમને ક્રેડિટ કાર્ડ બિલના મોડું ચૂકવવા પર 36-50 ટકા વ્યાજ ચૂકવવું…

ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. હવેથી, તેમને ક્રેડિટ કાર્ડ બિલના મોડું ચૂકવવા પર 36-50 ટકા વ્યાજ ચૂકવવું પડી શકે છે. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી અંગે નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (NCDRC)ના 2008ના નિર્ણયને રદ કર્યો છે, જેમાં ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી તરીકે મહત્તમ 30 ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે બેંકો ક્રેડિટ કાર્ડની લેટ પેમેન્ટ ફી પર 30 ટકાથી વધુ એટલે કે 36-50 ટકા વ્યાજ વસૂલ કરી શકશે.

NCDRCએ 2008માં પોતાના એક નિર્ણયમાં કહ્યું હતું કે ક્રેડિટ કાર્ડ યુઝર્સ પાસેથી 36 થી 50 ટકા વાર્ષિક વ્યાજ વસૂલવું ઘણું વધારે છે. તેને ખોટી ટ્રેડ પ્રેક્ટિસ ગણાવીને લેટ પેમેન્ટ ફી માટે વ્યાજ મર્યાદા 30 ટકા નક્કી કરવામાં આવી હતી. NCDRCના આ નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે અને તેનાથી બેંકોને રાહત મળી છે.
આ સમાચાર એવા ગ્રાહકો માટે આંચકો છે જેઓ ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવામાં વિલંબ કરે છે. હવેથી, બેંકો આવા ગ્રાહકો પાસેથી લેટ બિલ ફી તરીકે 36-50 ટકા વ્યાજ વસૂલી શકે છે. સુપ્રીમ કોર્ટે 20 ડિસેમ્બરે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો છે અને આ નિર્ણય જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની આગેવાની હેઠળની બેન્ચે આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *