સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ આજ અનેકવિધ ક્રાઇટેરિયામાં ટિકિટ આપવાનો નિર્ણય રાજકીય પક્ષો દ્વારા લેવામાં આવતો હોય છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ જ્ઞાતિ સમીકરણ સહિતના અનેકવિધ મુદ્દાઓ પણ બેઠકો નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારે ભાજપે આ વખતે ત્રણ ટર્મ ચૂંટણી લડી હોય અથવા તો 60 વર્ષ થઈ ગયા હોય તેવા ઉમેદવારો ને ચૂંટણી ન લડાવવાનો નિર્ણય લીધો હતો. જે વાત ઉપર પક્ષ અડીખમ રહેવું બને તે મુજબ જ હાલ ટિકિટો આપી. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 18 વોર્ડની 72 બેઠકો માટે અનેક રીતે ઉમેદવારો મેદાને છે. પરંતુ વરવી વાસ્તવિકતા એ પણ છે કે આ વખતની જે ચૂંટણી ઉમેદવારો લડશે તેમાંથી ભાજપના ન ઉમેદવાર માટે આ અંતિમ ચુંટણી સાબિત થશે. જેની પાછળનું કારણ વયમર્યાદા પણ માનવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ વોર્ડ નંબર ચારમાં લેઉવા પટેલ સમાજમાંથી આવતા ભરત લીંબાસીયાની ઉંમર 58 વર્ષ થઈ ચૂકી છે જેથી તેમની માટે આ છેલ્લી ચૂંટણી પુરવાર થશે. તો વોર્ડ નંબર સાતમાં લોહાણા સમાજથી આવતા વર્ષાબેન પાંધીની ઉમર પણ 58 વર્ષ નોંધાય છે જેથી તેમની પણ આ છેલ્લી ચૂંટણી સાબિત થશે. વાત કરવામાં આવે વોર્ડ નંબર આઠની તો કિરણબેન માકડીયા કે જેવો કડવા પટેલ ના જ્ઞાતિથી આવે છે તેમની ઉંમર પણ 56 વર્ષ ત્યારબાદ તે જ વોર્ડના બ્રાહ્મણ જ્ઞાતિથી આવતા મનીષ ભટ્ટની પણ ઉંમર 56 વર્ષ છે જેથી તેમના માટે પણ મહાનગરપાલિકાની આ અંતિમ ચૂંટણી હશે.
વોર્ડ નંબર નવ ની વાત કરવામાં આવે તો લોહાણા સમાજથી આવતા દક્ષાબેન વસાણી 58 વર્ષ અને તે જ વોર્ડના વણકર સમાજથી આવતા રાજુભાઈ અગેરાની 58 વર્ષની ઉંમર છે જેથી તેઓ પણ હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે. વોર્ડ નંબર 13 ની વાત કરવામાં આવે તો લેઉવા પટેલ સોનાક્ષી આવતા 56 વર્ષીય પંકજ લુણાગરિયા પણ હવે 2031ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે સક્ષમ નહીં હોય. વોર્ડ નંબર 16માં ઉમેશ વાઘેલા કે તેઓ વણકર સમાજ તો આવે છે તેમની વય 56 વર્ષ છે અને વોર્ડ નંબર 17 માં કડીયા જ્ઞાતિથી આવતા કૌશિક ટાંક પણ 55 વર્ષના છે જેથી તેમની માટે પણ આ મહાનગરપાલિકાની ચૂંટણી અંતિમ પુરવાર થશે. હાલ મતદારો કોના પર પસંદગીનો કળશ મુકશે તે 28મી એ માલુમ પડશે પરંતુ હાલ એ વાત સ્પષ્ટ છે કે અત્યારે વોર્ડ નંબર 4, 7,8,9,13,16 અને 17ના ઉમેદવાર રીપીટ નહીં થાય.
ટિકિટ માગનારને ચૂંટણી કામગીરીથી રાખ્યા દૂર
વોર્ડ 12ના પૂર્વ કોર્પોરેટર જે. ડી ડાંગરે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવેને કરી ફરિયાદ : વોર્ડની કામગીરીથી ક્યા કારણે રખાયા દૂર ?
હાલ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષ લોકોને મનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. વાત અહીં જ પૂર્ણ થતી નથી હાલ ભાજપમાં આંતરિક વિકાસ અને ઉકળતો જરૂૂર પણ જોવા મળ્યો છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપમાં જે લોકોએ ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી હતી તેઓને સંકલનમાંથી દૂર કરવામાં આવ્યા છે અને તેઓને એક પણ કાર્યક્રમમાં અથવા તો કાર્યકરોને કોઈ પણ કામગીરી ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી છે જે વાતનો ભડકો શહેર ભાજપમાં જોવા મળ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેર ભાજપમાં શરૂૂ થયેલો વિવાદ અને આંતરિક ભડકો વધુ આગ ફેલાવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભાજપની ટિકિટ માંગનારા અને જેઓને ટિકિટ ન મળવા અંગે પ્રદેશ પ્રમુખને રજુઆત કરી છે તેવા તમામ 18 વોર્ડના આગેવાનો અને કાર્યકરોની સંકલન બેઠકમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. એટલું જ નહીં તેઓને બુથ લેવલની કામગીરીથી દુર કરવામાં આવતા શહેર ભાજપમાં વધુ એક ભડકો થાય તેમ છે.
સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરૂૂધ્ધ દવે પાસે વોર્ડ નં.12ના ભૂતપુુર્વ કોર્પોરેટર જે.ડી. ડાંગરે તેઓને પોતાના વોર્ડ નંબર 12માં કામગીરી કરવા કોઇ જવાબદારી કે કોઇ સુચના મળતી ન હોવાની વ્યથા ઠાલવી હતી. તેઓએ વોર્ડ નં.12માં ચૂંટણી સંદર્ભે ભૂતપુર્વ કોર્પોરેટર કે વોર્ડ આગેવાન તરીકે કોઇ કામગીરી સોંપવામાં આવતી ન હોવાની અને કોઇ કાર્યક્રમ માટે સુચના મળતી નહોવાની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે જે.ડી. ડાગર અને તેમના પત્ની બન્ને કોર્પોરેટર રહી ચૂકેલા છે. ત્યારે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ આ બાબતે જો શહેર ભાજપમાંથી કોઈપણ સૂચના નહીં મળે તો પ્રદેશ અધ્યક્ષને ફોન કરી ફરિયાદ કરવામાં આવશે કારણ કે સૌરાષ્ટ્ર જૂનના પ્રભારીએ સૂચના આપી હોય તો પણ પણ શહેર ભાજપ પ્રમુખ દ્વારા તે બાબતની સૂચના આપવામાં આવી નથી.
વિરોધ શાંત પાડવામાં નેતાગીરી “Fail”
રાજકોટ ભાજપનો ગઢ કહેવાય છે પહેલાંનું નેતૃત્વ હાલ દરેક મતદારો તથા આગેવાનોને એક તાંતણે બાંધીને રાખતું હતું તે સમયે કોઈ પણ પ્રકારનો રાજકીય વિરોધ થયો હોય તો તેને ખૂબ સરળતાથી નિવારવામાં આવતો પરંતુ હાલ શહેર ભાજપ સંગઠન આ કામગીરી કરવામાં સંપૂર્ણ પણે નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે હાલ ટિકિટ વહેચણીનો મુદ્દો હોય, શહેર પૂર્વ મહામંત્રી દ્વારા તુકારો આપી ઉમેદવારને સંકલન બેઠકમાં બોલાવવા માંગતા હોય, કે જુના ચૂંટાયેલા આગેવાનોને ચૂંટણી પ્રચારની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવતા હોય આ તમામ મુદ્દાઓનું નિવારણ લાવવામાં શહેર ભાજપ સંગઠન સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે. પ્રદેશ અધ્યક્ષ રાજકોટ આવ્યા ત્યારે તેઓએ નારાજ આગેવાનોને રૂૂબરૂૂ મળી વિરોધ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે કાર્ય કરવામાં પ્રદેશ અધ્યક્ષ પણ નિષ્ફળ નીકળ્યા છે ત્યારે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સંગઠનના આગેવાનો સાથે રૂૂબરૂૂ વાતચીત કરી હતી અને સંકલન બેઠક રદ કરી હતી. ત્યારે પ્રશ્ન એ છે કે શું જીતુ વાઘાણી ડેમેજ કંટ્રોલ કરી શકશે કે કેમ ?
વિજયભાઇના શાસનકાળમાં રાજકોટ એ માત્ર ગુજરાતનું એક શહેર નહીં, પણ રાજકીય સત્તાનું કેન્દ્રબિંદુ બની ગયું હતું. આ ’પ્રચંડ પ્રભાવ’ની અસર 2021ના ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ. 72માંથી 68 બેઠકો પર ભગવો લહેરાયો અને વિરોધ પક્ષોના સુપડા સાફ થઈ ગયા. તે સમયે નેતાગીરી મજબૂત હતી, કાર્યકરોમાં જોમ હતું અને પ્રજાને વિશ્વાસ હતો કે ’પોતાનો માણસ’ ગાંધીનગરમાં બેઠો છે. આજે, 2026ની મહાપાલિકાની ચૂંટણીના ઉંબરે ઉભા રહીને જ્યારે આપણે રાજકોટની સ્થિતિનું અવલોકન કરીએ છીએ, ત્યારે ચિત્ર તદ્દન બદલાયેલું અને ચિંતાજનક જણાય છે. 2021નું ’મોસાળનું જમણ’ હવે 2026માં ’લોઢાના ચણા’ ચાવવા જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આ પરિવર્તન પાછળના કારણો ઊંડા અને ગંભીર છે. સૌ પ્રથમ તો, વિજયભાઇ રુપાણીના સમયમાં જે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ હતી અથવા કામ શરૂૂ થયું હતું, તેમાંથી ઘણા કામો આજે પણ અધૂરા છે અથવા તો વહીવટી વિલંબનો ભોગ બન્યા છે.
