અન્ય 14 કેસમાં સમાધાન, 42 કેસ ડ્રોપ
ગઇકાલે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જમીન પચાવી પાડવાના કુલ 63 કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 14 જેટલા કેસોમાં સમાધાન થયું હતું. જ્યારે, ચાર કેસોને પેન્ડિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં, રાજકોટ શહેરના બે અને જિલ્લાના એક, એમ કુલ ત્રણ કેસોમાં ફરિયાદ દાખલ કરવાનો કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અન્ય 42 જેટલા કેસોને ડ્રોપ કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, એડિશનલ કલેક્ટર, પ્રાંત અધિકારીઓ, સંબંધિત મામલતદારો, જિલ્લા પોલીસ વડા, રાજકોટ ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
