એક્ટર-કોમેડિયન કૃષ્ણા અભિષેકે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે પોતાના કપડા અને શૂઝ રાખવા માટે એક અલગ ત્રણ BHK ફ્લેટ ખરીદ્યો છે. તેનો ડિઝાઇનર શૂઝ અને કપડા પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. એટલા માટે તેણે ફક્ત પોતાના કપડા અને શૂઝ રાખવા માટે ફ્લેટ લીધો. એટલું જ નહીં, કૃષ્ણા દર 6 મહિને પોતાના કલેક્શનને અપડેટ પણ કરતો રહે છે.
ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકે તાજેતરમાં અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ માટે એક ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. આ વાતચીત દરમિયાન, કૃષ્ણાએ શૂઝ અને કપડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેણે એટલું બધું કલેક્શન ભેગું કર્યું છે કે તેને રાખવા માટે તેણે એક અલગ મિલકત ખરીદી છે. તેણે ઘર ખરીદ્યું અને તેને બુટિકમાં ફેરવ્યું છે. કૃષ્ણાએ જ વાતચીતમાં જણાવ્યું કે જ્યારે તે મોટો થઈ રહ્યો હતો, ત્યારે તે તેના મામા ગોવિંદાના કપડા પહેરતો હતો. કૃષ્ણાએ કહ્યું, મારા કોલેજના દિવસોમાં, હું બધી મોટી બ્રાન્ડના કપડા પહેરતો હતો. તે સમયે મને બ્રાન્ડ વિશે કોઈ ખ્યાલ નહોતો. મોટી બ્રાન્ડના નામ બોલતા તો મને હમણાં આવડ્યું.