લખનઉ સામે સુપર ઓવરમાં કોલકાતાની જીત, પ્લેઓફની આશા જીવંત

રિંકુ સિંહની 83 રનની અણનમ ઈનિંગ, 4 કેચ પણ પકડયા લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ભલે ઓછી સ્કોરવાળી હોય, પરંતુ તે…

રિંકુ સિંહની 83 રનની અણનમ ઈનિંગ, 4 કેચ પણ પકડયા

લખનઉ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ભલે ઓછી સ્કોરવાળી હોય, પરંતુ તે રોમાંચથી ભરેલી હતી. બંને ટીમો વચ્ચેની મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી થયું. કોલકાતાએ મેચ જીતી અને સીઝનની પોતાની બીજી જીત નોંધાવી. રિંકુના 83 રનની મદદથી કોલકાતાએ 155 રન બનાવ્યા. ત્યારબાદ, મોહમ્મદ શમીના છગ્ગાએ લખનઉને 155 રન સુધી પહોંચાડવામાં મદદ કરી.

કોલકાતા અને લખનઉ વચ્ચેની મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો. સુનીલ નારાયણે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી, માત્ર એક રન આપ્યો. કોલકાતાએ સુપર ઓવરમાં મેચ જીતી લીધી. આ IPL 2026ની પહેલી સુપર ઓવર પણ હતી. KKR માટે, મેચનો હીરો રિંકુ સિંહ હતો, જેણે પહેલા 83 રન બનાવ્યા અને પછી ચાર કેચ પકડ્યા. તેણે સુપર ઓવરમાં વિજયી બાઉન્ડ્રી પણ ફટકારી.

કેકેઆરનો યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશી આશ્ચર્યજનક રીતે આઉટ થયો. તે પ્રિન્સ યાદવની બોલિંગ પર રન માટે દોડ્યો. આ દરમિયાન, મોહમ્મદ શમીએ સ્ટમ્પ્સને નિશાન બનાવીને શાનદાર ફિલ્ડિંગ કર્યું, પરંતુ રઘુવંશી વિકેટની સામે આવી ગયો. નિયમો અનુસાર તેને ફિલ્ડમાં અવરોધ કરવા બદલ આઉટ આપવામાં આવ્યો. ટીવી અમ્પાયરે રિપ્લેમાં જોયું કે રઘુવંશી બોલનો રસ્તો જોઈ રહ્યો હતો અને ક્રીઝ પર પાછા ફરતી વખતે જાણી જોઈને તેની લાઇન બદલી હતી. પંતની અપીલ બાદ, ત્રીજા અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.

મોહસીન ખાનના વિનાશક સ્પેલથી કેકેઆરની અડધી ટીમ માત્ર 10.5 ઓવરમાં ફક્ત 73 રનના સ્કોર પર પેવેલિયનમાં પાછી ફરી હતી. રિંકુ સિંહ (અણનમ 83) ફરી એકવાર ટીમનો સંકટ મોચક સાબિત થયો. ક્રીઝ પર સ્થિર થયા પછી, તેણે તોફાની ઇનિંગ્સ રમી અને કોલકાતા નાઈટ રાઇડર્સને 155 રનના પડકારજનક સ્કોર સુધી પહોંચાડ્યું. મોહસીન ખાને અજિંક્ય રહાણે, ટિમ સીફર્ટ, રોવમેન પોવેલ, કેમેરોન ગ્રીન અને અનુકુલ રોયને આઉટ કર્યા. તેણે પોતાની ચાર ઓવરમાં ફક્ત 23 રન આપીને પાંચ વિકેટ લીધી. ખાને એક મેઇડન ઓવર પણ નાખી.જ્યારે રિંકુ સિંહ બેટિંગ કરવા આવ્યો ત્યારે KKR એ 10.5 ઓવરમાં 73 રન બનાવી લીધા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અનુકુલ રોય પણ 11મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થઈ ગયો હતો. રિંકુ પર વિકેટ બચાવવા અને રન રેટ જાળવવાની મોટી જવાબદારી હતી. આક્રમક ડાબોડી બેટ્સમેન તેની સામાન્ય શૈલીથી વિપરીત બેટિંગ કરી. KKR એ 15 ઓવરમાં 93 રનના સ્કોર પર રમણદીપ સિંહના રૂૂપમાં તેની સાતમી વિકેટ ગુમાવી દીધી.

આ દરમિયાન, રિંકુએ સિઝનની પોતાની બીજી અડધી સદી પૂરી કરી, તેણે 42 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. 19 ઓવર પછી, KKRનો સ્કોર 133/7 હતો. પંતે ઇનિંગની છેલ્લી ઓવર સ્પિનર દિગ્વેશ રાઠીને ફેંકી. રિંકુએ રાઠી પર ભારે તબાહી મચાવી. પહેલો અને ત્રીજો બોલ વાઇડ હતો, પરંતુ તેણે પછી સતત ચાર છગ્ગા ફટકાર્યા, જેમાં ત્રણ મિડ-ઓન અને એક મિડ-ઓફ પર, જેનાથી KKRનો સ્કોર 150ને પાર પહોંચી ગયો. રિંકુ સિંહે તેની જ્વલંત ઇનિંગમાં સાત ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા, જે ઈંઙકમાં તેનો શ્રેષ્ઠ સ્કોર પણ છે.

રિંકુના 83 રન બાદ કોલકાતાએ 155 રનનો સ્કોર બનાવ્યો. 156 રનના લક્ષ્યનો પીછો કરતા લખનઉની શરૂૂઆત ખરાબ રહી. મિશેલ માર્શ 2 રન બનાવીને આઉટ થયો. જોકે, એડન માર્કરામ અને કેપ્ટન રિષભ પંત વચ્ચે ભાગીદારી થઈ. જોકે, માર્કરામને ગ્રીને 31 રન બનાવીને આઉટ કર્યો. પંત પણ 38 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો. કોલકાતાના સ્પિનરો, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને અનુકુલ રોયે લખનઉના બેટ્સમેનોને ખોલીને રમત અટકાવ્યા. નિકોલસ પૂરને ચક્રવર્તીની બોલ પર છગ્ગો ફટકાર્યો, પરંતુ પછી ઓવરના છેલ્લા બોલ પર પોતાની વિકેટ ગુમાવતા પહેલા ડોટ બોલની શ્રેણી રમી. નારાયણે તેની ચાર ઓવરમાં માત્ર 23 રન આપ્યાં. અને એક વિકેટ લીધી. લખનઉની અડધી ટીમ 15.2 ઓવરમાં 93 રનમાં આઉટ થઈ ગઈ. ચક્રવર્તીએ પણ 33 રનમાં બે વિકેટ લીધી.

શમી પહેલા બોલ પર કનેક્ટ થઈ શક્યો નહીં પણ એક રન દોડી ગયો, જેના કારણે હિમ્મત સ્ટ્રાઈક પર આવી ગયો. ત્યારબાદ કાર્તિક ત્યાગીએ સતત બે નો-બોલ ફેંક્યા. હિમ્મતે ફ્રી હિટ પર ફોર ફટકારી, જેના કારણે લખનઉને 4 બોલમાં 8 રનની જરૂૂર હતી. જોકે, હિમ્મત સિંહ ત્રીજા બોલ પર આઉટ થયો. લખનઉને બે બોલમાં 7 રનની જરૂૂર હતી, પરંતુ 5મા બોલ પર કોઈ રન બન્યો નહીં. છેલ્લા બોલ પર જીત માટે 7 રનની જરૂૂર હતી, ત્યારે શમીએ સિક્સર ફટકારી, જેનાથી મેચ સુપર ઓવરમાં પહોંચી ગઈ. આ IPL 2026ની પહેલી સુપર ઓવર હતી.

સુપર ઓવરમાં, કોલકાતા માટે સ્પિનર સુનીલ નારાયણ બોલિંગ કરી. લખનઉ માટે એડન માર્કરામ અને નિકોલસ પૂરન બેટિંગ કરવા આવ્યા. નારાયણ પહેલા જ બોલ પર પૂરનને ક્લીન બોલ્ડ કર્યો. ત્યારબાદ કેપ્ટન પંત બેટિંગ કરવા આવ્યા. તેણે સિંગલ લીધો અને માર્કરામ સ્ટ્રાઈક પર હતો. તે મોટો શોટ લેવા ગયો, પરંતુ દોડતા રોવમેન પોવેલે બોલ કેચ કર્યો. તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બોલને અંદર ફેંકી દીધો, જેને નજીકમાં ઉભેલા રિંકુ સિંહે કેચ કરી લીધો. આમ, સુપર ઓવરમાં લખનઉનો દાવ એક રન પર સમાપ્ત થયો, જેના કારણે કોલકાતાને જીતવા માટે બે રનની જરૂૂર હતી.

કોલકાતાને સુપર ઓવરમાં જીતવા માટે બે રનની જરૂૂર હતી. લખનઉ તરફથી ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ બોલિંગ કરવા આવ્યો. કોલકાતા તરફથી રિંકુ સિંહ અને રોવમેન પોવેલ બેટિંગ કરવા આવ્યા. રિંકુ સિંહે પહેલા જ બોલમાં ફોર ફટકારીને કોલકાતાને જીત અપાવી. આ સાથે, KKR એ સીઝનની પોતાની બીજી જીત નોંધાવી અને પ્લેઓફની આશા જીવંત રાખી.

અંગક્રિશ રઘુવંશીને આઉટ આપવા સામે ભારે વિરોધ
બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને રન આઉટ કરવાના ત્રીજા અમ્પાયરના નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો. કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પ સ્પષ્ટપણે નારાજ હતું અને અંગક્રિશ રઘુવંશીએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી. પ્રિન્સ યાદવે KKRની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો. આ ઘટના બાદ, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે અપીલ શરૂૂ કરી. શરૂૂઆતમાં એવું લાગતું હતું કે રઘુવંશીએ થ્રો લાઈનમાં જાણીજોઈને વચ્ચે આવવા માટે ડાઈવ કરી નથી. જોકે, જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લેમાં ચેક કર્યું ત્યારે કહાની બદલાઈ ગઈ. થર્ડ અમ્પાયરના મતે રઘુવંશીનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધુ હતો. તેણે બોલ તરફ પણ જોયું અને દિશા બદલી. ડાઇવ કરતી વખતે તે કટ સ્ટ્રીપની બહાર ગયો. થર્ડ અમ્પાયર આ મૂલ્યાંકન સાથે સંમત થયા અને રઘુવંશીને આઉટ જાહેર કર્યો.