IPL 2026ની 37મી મેચ રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાત ટાઇટન્સે 8 વિકેટે જીત મેળવી છે. ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને ગુજરાતે પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. સીએસકેએ પહેલા બેટિંગ કરતા ગાયકવાડના અણનમ 74 રનના જોરે ગુજરાત સામે 159 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો.
આ ટોટલ ગુજરાતે 17મી ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.
159 રનના જવાબમાં ઉતરેલી ગુજરાતની શરૂૂઆત શાનદાર રહી હતી. શુભમન ગિલ અને સાઈ સુદર્શન બંનેએ જોરદાર ઇનિંગ રમી હતી. પહેલી વિકેટ 7મી ઓવરમાં પડી હતી, જ્યારે શુભમન ગિલ 33 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ સાઈ સુદર્શને શાનદાર ઇનિંદ રમી અને જોસ બટલર સાથે મોટી પાર્ટનરશીપ કરી હતી. જો કે, સાઈની વિકેટ 17મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
સાઈએ માત્ર 46 બોલમાં 87 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેના જોરે ગુજરાતે આ મેચ 8 વિકેટે સરળતાથી જીતી લીધી હતી. સીએસકે માટે ઇનિંગની શરૂૂઆત ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસને કરી હતી. પરંતુ આ મેચમાં સંજુ સેમસન માત્ર 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ઉર્વિલ પટેલ 4 રન બનાવીને રબાડાનો શિકાર બન્યો. સરફરાજ ખાન ખાતું પણ ખોલી શક્યો નહીં. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થઈ ગયો અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો. જો કે, એક છેડે ઋતુરાજ ગાયકવાડ પોતાની વિકેટ બચાવીને ટકી રહ્યો. તેણે 74 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી, જેના દમ પર સીએસકેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.
