કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું ‘માથું’ માગતી ‘કોકરોચ જનતા પાર્ટી’

સિસ્ટમની ખામીના કારણે ‘કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે, હવે ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે: અભિજિત દીપક દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે ઉગ્ર…

સિસ્ટમની ખામીના કારણે ‘કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે, હવે ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે: અભિજિત દીપક

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર, પી.એમ. સહિત પ્રધાનોના નિવાસે સજજડ સુરક્ષા

મેડીકલ પ્રવેશ પરીક્ષા ‘નીટ’ના પેપર લીક અને દેશની કથળેલી શિક્ષણ વ્યવસ્થા સામે દેશની રાજધાની નવી દિલ્હીમાં કોંકરોચ જનતા પાર્ટીએ મોટું આંદોલન છેડયું છે અને આજે જંતર-મંતર મેદાન ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરી હતી.

અભિજિત દીપકેએ જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સરકારને પડકાર ફેંકતા જણાવ્યું કે, “તમે અમારી સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો છો, પરંતુ અમને નહીં હટાવી શકો. આ સિસ્ટમની જ ખામી છે કે જેના કારણે આજે આ ’કોકરોચ’ બહાર નીકળી રહ્યા છે.”
જંતર-મંતર પર ’કોકરોચ જનતા પાર્ટી’ ના વિરોધ પ્રદર્શનમાં એકઠા થયેલા દેખાવકારોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રેચ્ચાર કરીને હોબાળો મચાવ્યો છે. પ્રદર્શનકારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે દેશમાં ધર્મની રાજનીતિ બિલકુલ સહન કરવામાં નહીં આવે અને તેઓ આ આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ જવા દેશે નહીં.

તેમણે સિસ્ટમ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, “આ તો સિસ્ટમની જ ખામી છે જેના કારણે આજે આ બધા ’કોકરોચ’ બહાર આવી ગયા છે.” દેખાવકારોએ સ્પષ્ટ કર્યું કે ધર્મના નામે હવે વિદ્યાર્થીઓના ભાગલા પાડી શકાય નહીં અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરતા ઉમેર્યું કે, એક મંત્રીની નિષ્ફળતા અને લાપરવાહીના કારણે આજે નિર્દોષ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર અને સમર્થકો એકઠા થયા હતા. અને તેમણે ઠેર ઠેર નારેબાજી કરવાની શરૂૂઆત પણ કરી દીધી છે. આ દરમિયાન તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા ’કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજિત દીપકે શનિવારે સવારે જ અમેરિકાના બોસ્ટનથી નવી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે. ભારત પહોંચતાની સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર પોતાના સમર્થકોને ખાસ અપીલ કરી છે. તેમણે લખ્યું કે, “લેન્ડિંગ થઈ ગયું છે. જંતર-મંતર પર આપ સૌને મળવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. સાથે પુસ્તક અને આપણો તિરંગો લાવવાનું ભૂલતા નહીં! પોલીસકર્મીઓને સહાનુભૂતિ અને કૃતજ્ઞતાના પ્રતીક તરીકે ફૂલ અર્પણ કરો. આપણે આ આંદોલન પ્રેમ અને શાંતિથી ચલાવવાનું છે.”

આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવાનો છે. આ અગાઉ જાણીતા શિક્ષણ સુધારક અને ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પણ જાહેરાત કરી હતી કે જો 5 જૂન સુધીમાં શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે, તો તેઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ વિરોધ પ્રદર્શનને જોતા દિલ્હી પોલીસ સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિતના વરિષ્ઠ મંત્રીઓના સત્તાવાર નિવાસોની આસપાસ સુરક્ષા સખત કરી દેવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે સેન્ટ્રલ દિલ્હીને 12 અલગ-અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ઝોનની કમાન ડીસીપી (ઉઈઙ) રેન્કના અધિકારીને સોંપવામાં આવી છે. નવી દિલ્હી વિસ્તારમાં 1,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ હેડક્વાર્ટર દ્વારા જવાનોને કડક સૂચના આપવામાં આવી છે કે પ્રદર્શનકારીઓ સાથે બિનજરૂૂરી ટકરાવ ટાળવો અને વાતચીત દ્વારા સ્થિતિ શાંત રાખવી. આ પ્રદર્શનના કારણે લ્યુટિયન્સ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થવાની સંભાવના છે.

‘કોકરોચ જનતા પાર્ટી’ને અનેક બોલિવૂડ સેલેબ્સનું સમર્થન

સોશિયલ મીડિયા પર અત્યંત લોકપ્રિય બનેલી ’કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા આજે 6 જૂનના રોજ દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે એક વિશાળ અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેન બોલીવુડ સેલેબ્સે પણ ટેકો જાહેર કર્યો છે. બોલિવૂડની જાણીતી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ શેર કરીને ’કોકરોચ જનતા પાર્ટી’ને સમર્થન આપ્યું છે. અભિનેત્રીએ લખ્યું કે, ’હું અત્યારે ઓકલેન્ડમાં છું, જ્યાં દુનિયાની સૌથી શુદ્ધ હવા છે. પરંતુ મારું મન દિલ્હીમાં છે. મારી વહાલી દિલ્હી- મારા બાળપણ, સ્કૂલ અને કોલેજનું શહેર… હું મારા દેશના યુવાનોને પ્રેમ મોકલી રહી છું. આશા છે કે તમે દેખાડાના દેશભક્ત બનવાના બદલે સાચા દેશભક્ત બનશો. તમે દયાળુ, શાંત અને સમજદાર બનો. હું દિલથી તમારી સાથે છું.’ વધુમાં રિચા ચઢ્ઢાએ ઉમેર્યું કે, ’યાદ રાખજો, જ્યારે પૃથ્વી પર ઉલ્કાપિંડ ટકરાયો ત્યારે મોટા-મોટા ડાયનાસોર તો ખતમ થઈ ગયા,
પરંતુ કોકરોચ બચી ગયા હતા અને તેઓ તેમના કરતાં વધુ સમય સુધી ટકી રહ્યા.’ બીજી તરફ, દિગ્ગજ અભિનેતા અતુલ કુલકર્ણીએ પણ સોશિયલ મીડિયા પર યુવાનોના આ પ્રદર્શનને સમર્થન આપવાની સાથે એક ભાવુક પોસ્ટ લખીને માફી માંગી છે. તેમણે લખ્યું કે, ’પ્રિય યુવાન નાગરિકો.. તમે જ્યારે અવાજ ઉઠાવવા અને પોતાના નિર્ણયોને મહત્ત્વના બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છો, ત્યારે મને તમારી પાસેથી ઘણી આશાઓ છે. મારી પેઢીએ અને મારી પહેલા તથા પછીની પેઢીઓએ હંમેશા પોતાની જવાબદારીઓ પૂરી કરી નથી. અમે ભૂલો કરી છે અને એવા પડકારો પાછળ છોડ્યા છે જે હવે તમને વારસામાં મળ્યા છે. આ બદલ હું તમારી માફી માંગુ છું. ઈશ્વર કરે તમે ઈમાનદારી સાથે આ દેશને એક નવું સ્વરૂૂપ આપો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.’ બિગ બોસ-19ની ક્ધટેસ્ટન્ટ અને બોલિવૂડ એક્ટ્રેસ કુનિકા સદાનંદ તેમજ જાણીતા અભિનેતા પ્રકાશ રાજે પણ દેશના યુવા ’કોકરોચો’ને આ ઈઉંઙના વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે આ મુદ્દે જણાવ્યું કે, ’કોકરોચ જનતા પાર્ટીએ એવા મુદ્દાઓ ઉઠાવ્યા છે જેની અત્યાર સુધી કોઈ સુનાવણી થતી નહોતી. જ્યારે સામાન્ય લોકોનો અવાજ સાંભળવામાં ન આવે, ત્યારે તેમણે આવા અનોખા રસ્તાઓ અપનાવવા જ પડે છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *