હિન્દી પછી તેલુગુ ભાષામાં રિલીઝ થશે કેસરી ચેપ્ટર-2

  અક્ષયકુમાર, અનન્યા પાંડે અને આર. માધવનને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી કેસરી ચેપ્ટર 2 બાબતે હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે આ…

 

અક્ષયકુમાર, અનન્યા પાંડે અને આર. માધવનને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી કેસરી ચેપ્ટર 2 બાબતે હવે ફિલ્મના નિર્માતાઓએ એક મોટો નિર્ણય લીધો છે. તેઓ હવે આ ફિલ્મને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવાના છે. આ જાહેરાત અક્ષયકુમારે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ દ્વારા કરી છે. તેણે એક પોસ્ટર શેર કર્યું છે જેના પર તેલુગુ ભાષામાં ફિલ્મનું નામ કેસરી ચેપ્ટર 2 લખેલું છે અને સાથે જ રિલીઝ-ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. પોસ્ટરના નીચેના ભાગમાં રિલીઝની તારીખ 23 મે લખી છે.

ફિલ્મમાં અક્ષયકુમારે સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી છે, જે એક નીડર વકીલ છે અને તે જલિયાંવાલા બાગ નરસંહાર બાદ બ્રિટિશ સામ્રાજ્ય સામે કાનૂની લડાઈ લડે છે. આર. માધવને નેવિલ મેક્કિન્લી નામના તેજસ્વી વકીલનું પાત્ર ભજવ્યું છે જે બ્રિટિશ સરકારની તરફેણમાં લડે છે. એ ઉપરાંત અનન્યા પાંડે વકીલ દિલરીત ગિલની મહત્ત્વની ભૂમિકામાં છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *