ચૂંટણી પંચે પુરાવા રજૂ કરવા સાંજ સુધીનો સમય આપ્યો : મોદીએ કહયું, આપ-દાનું જહાજ એમાં ડૂબી જવાનું છે
યમુનાના પાણીમાં હરિયાણાએ ઝેર ભેળવ્યું હોવાનો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલનો આક્ષેપ હવે તેમના માટે બૂમરેંગ સાબિત થઇ રહયો છે. ચૂંટણી પંચે તેમને આ આક્ષેપના સમર્થનમાં પુરાવા રજૂ કરવા અથવા કાર્યવાહી માટે તૈયાર રહેવા આજ સાંજ સુધીની મુદત આપી છે. બીજી બાજુ હરિયાણા સરકાર પણ આ મામલે આપ નેતા સામે માનહાનિનો દાવો કરવા વિચારી રહી છે. કાનુની રીતે કેજરીવાલને ભીંસમા લેવા ઉપરાંત રાજકીય રીતે તેમને મુશ્કેલીમા મુકવા હરિયાણા ભાજપ નેતાઓએ યમુના નદીનું પાણી પીધું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે ચૂંટણી સભામાં આ મુદો ઉઠાવી કહયું હતું કે આપ-દાનું જહાજ યમુનાના પાણીમાં ડુબી જવાનુ છે.
દિલ્હીના કરતાર નગરમાં એક રેલીને સંબોધતા, મોદીએ જણાવ્યું દિલ્હીના એક પૂર્વ મુખ્યમંત્રીએ હરિયાણાના લોકો પર ઘૃણાસ્પદ આરોપો લગાવ્યા છે. હારવાના ડરને કારણે આપ-દાના લોકો ખળભળાટ મચી ગયા છે. શું હરિયાણાના લોકો દિલ્હીમાં રહેતા લોકો કરતા અલગ છે? શું હરિયાણામાં રહેતા લોકોના સંબંધીઓ? દિલ્હીમાં રહેતા નથી, શું હરિયાણાના લોકો પોતાના લોકોનું પાણી પીવે છે?
આ માત્ર હરિયાણાનું અપમાન નથી પરંતુ ભારતીયોનું અપમાન છે, આપણા મૂલ્યોનું અપમાન છે, આપણા ચારિત્ર્યનું અપમાન છે. આ તે દેશ છે જ્યાં પાણી આપવું એ ધર્મ માનવામાં આવે છે. મને ખાતરી છે કે આ વખતે દિલ્હી તે લોકોને પાઠ ભણાવશે. જેઓ આટલી સસ્તી વાતો કરે છે, આ આપ-દા લોકોનું જહાજ યમુનામાં ડૂબી જશે.વડા પ્રધાને કહ્યું કે હરિયાણા દ્વારા મોકલવામાં આવેલ યમુનાનું પાણી દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે છે. યમુનાનું પાણી ન્યાયાધીશો, રાજદ્વારીઓ અને ગરીબો પણ પીવે છે. કોઈ કેવી રીતે વિચારી શકે કે હરિયાણા મોદીને મારવા માટે તેને ઝેર આપશે?
દિલ્હીમાં ભાજપ સરકાર બનાવશે તેવું ભારપૂર્વક જણાવતા પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના લોકોએ તેમનું મન બનાવી લીધું છે કે આ વખતે આપ-દાના બહાના અને બનાવટી વચનો કામ કરશે નહીં.
દિલ્હી કહી રહી છે કે હવે અઅઙ-દાની લૂંટ અને જુઠ્ઠાણા કામ નહીં કરે. અહીંના લોકો ભાજપની આવી ડબલ એન્જિન સરકાર ઈચ્છે છે, જે ગરીબો માટે ઘરો બનાવે, દિલ્હીને આધુનિક બનાવે, દરેક ઘરમાં નળનું પાણી પૂરું પાડે અને ટેન્કર માફિયાઓથી આઝાદી આપે છે, આજે દિલ્હી કહે છે કે જ્યારે 5 ફેબ્રુઆરી આવશે ત્યારે અઅઙ-દા જશે, ભાજપ આવશે.