અફવાઓ ફેલાવનારા પર નજર રાખો, અપપ્રચારને રોકો: મોદી

વિપક્ષ દ્વારા ફેલાવાતી ગેરસમજનો સામનો કરવા કેબિનેટ મીટિંગમાં કડક સૂચના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉદ્ભવેલા એલપીજી (રસોઈ…

વિપક્ષ દ્વારા ફેલાવાતી ગેરસમજનો સામનો કરવા કેબિનેટ મીટિંગમાં કડક સૂચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉદ્ભવેલા એલપીજી (રસોઈ ગેસ)ના પુરવઠા સંકટ પર ઊંડી ચર્ચા કરી. સૂત્રો અનુસાર, ઙખ મોદીએ અફવાઓ ફેલાવનારાઓ પર સતર્ક નજર રાખવા અને વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ખોટી માહિતીનો આક્રમક રીતે જવાબ આપવાના સ્પષ્ટ આદેશ આપ્યા છે.

બેઠકમાં પીએમએ ભાર મૂક્યો કે વૈશ્વિક ઊર્જા સંકટ હોવા છતાં ભારતની તૈયારીઓ અન્ય દેશો કરતાં મજબૂત છે. તેમણે મંત્રીઓને સૂચના આપી કે સામાન્ય લોકો પર આ સંકટનો કોઈ અસર ન પડવો જોઈએ. ઘરેલુ ઉપભોક્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવશે. દેશમાં આશરે 70 દિવસનો તેલ સ્ટોક ઉપલબ્ધ છે, જેથી ગભરાવાની કોઈ જરૂૂર નથી.

પીએમ મોદીએ કહ્યું કે અફવાઓ અને સોશિયલ મીડિયા પર જૂની કે અસંબંધિત સામગ્રીથી ખોટી વાર્તાઓ ફેલાવનારાઓ પર કડક નિરીક્ષણ રાખવું. મંત્રીઓને અપીલ કરી કે તેઓ જનતા સાથે સીધો સંપર્ક જાળવી રાખે, સત્યાપિત માહિતીનો પ્રસાર કરે અને વિપક્ષી પ્રચારનો તાત્કાલિક ખંડન કરે. સૂત્રોનો દાવો છે કે આ આદેશ મુખ્યત્વે એલપીજીની કમીની અફવાઓ અને વિપક્ષ દ્વારા રાજકીય લાભ લેવાના પ્રયાસોને રોકવા માટે આપવામાં આવ્યા છે.

આ બેઠક એવા સમયે થઈ જ્યારે દેશભરમાં એલપીજીની કમીથી હોટલ-રેસ્ટોરન્ટ પ્રભાવિત થઈ રહ્યા છે અને લાંબી કતારો લાગી રહી છે. કેન્દ્રે રાજ્યોને પુરવઠા શૃંખલાની સુરક્ષા વધારવા અને બ્લેક માર્કેટિંગ પર સખ્તી કરવાનું કહ્યું છે. પીએમએ લોકોને અપીલ કરી કે તેઓ માત્ર વિશ્વસનીય સ્ત્રોતોમાંથી માહિતી લે અને અનાવશ્યક ગભરાટથી બચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *